પોરબંદર મુઝફફરપુર ટ્રેનને રાજસ્થાનના કિશનગઢ સ્ટેશને સ્ટોપ અપાયો

વેસ્ટન રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી લેવાયેલ નિર્ણય ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અજમેર અને જયપુર ડિવિઝન હેઠળની કેટલીક ટ્રેનોને પ્રાયોગિક…

વેસ્ટન રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાને રાખી લેવાયેલ નિર્ણય

ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અજમેર અને જયપુર ડિવિઝન હેઠળની કેટલીક ટ્રેનોને પ્રાયોગિક ધોરણે વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન સંખ્યા 19269/19270 પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસને રાજસ્થાનના કિશનગઢ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

ટ્રેન સંખ્યા 19269 પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસ પોરબંદરથી 9 જાન્યુઆરી, 2026 થી ઉપડનારી આ ટ્રેનનું કિશનગઢ સ્ટેશન પર આગમન: 12:22 કલાકે અને પ્રસ્થાન: 12:24 કલાકે થશે. ટ્રેન સંખ્યા 19270 મુઝફ્ફરપુર પોરબંદર એક્સપ્રેસ મુઝફ્ફરપુરથી 11 જાન્યુઆરી, 2026 થી ઉપડનારી આ ટ્રેનનું કિશનગઢ સ્ટેશન પર આગમન: 20:11 કલાકે અને પ્રસ્થાન: 20:13 કલાકે થશે આ વધારાનું સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે આગામી આદેશ સુધી અમલમાં રહેશે. આ નિર્ણયથી કિશનગઢ અને આસપાસના વિસ્તારોના મુસાફરોને મુસાફરીમાં નોંધપાત્ર સુવિધા પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *