રાજકોટમાં 8700થી વધુ બાળકો RTEના અધિકારીથી રહેશે વંચિત

અરજી માટે તા.23ને ગુરુવારે છેલ્લી મુદત : 4043 સીટના ક્વોટા સામે અત્યાર સુધીમાં આવી 12,800થી વધુ અરજી ઇંગ્લીશ મીડિયમ સહિતની સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાં ક્વોટા વધારવાની…

અરજી માટે તા.23ને ગુરુવારે છેલ્લી મુદત : 4043 સીટના ક્વોટા સામે અત્યાર સુધીમાં આવી 12,800થી વધુ અરજી

ઇંગ્લીશ મીડિયમ સહિતની સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાં ક્વોટા વધારવાની માગણી આ વર્ષે પણ અભેરાઇએ

RTEમાં પ્રવેશ ન મળ્યાની છેલ્લી ઘડીએ જાણ થતી હોય અન્ય સ્કૂલમાં એડમિશન માટે વાલીઓને થતી પારાવાર પરેશાની

 

આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રાઇવેટ સ્કુલમાં ઇંગ્લીશ મીડિયમ સહિતનું શિક્ષણ જ્ઞાન મફત મળી શકે એ માટે સરકરે છઝઊ(રાઇટ ટુ એજ્યુકેશન) અમલી બનાવ્યુ છે. રાજકોટમાં આર.ટી.ઇ. અનેક પરિવારના બાળકો માટે આર્શિવાદરૂૂપ સાબિત થાય છે. જો કે દર જરૂૂરિયાત મુજબ સીટનો ક્વોટા ન હોય અનેક બાળકો આ અધિકારથી વંચિત રહી જાય છે. આ વખતે પણ એવી જ હાલત છે. શહેરમાં આર.ટી.ઇ. માન્ય 601 સેલ્ફ ફાયનાન્સ સ્કુલ છે. જેમા 4043 સીટ છે. અરજી માટે હવે છેલ્લા બે દિવસ જ બાકી છે અને અત્યાર સુધીમાં 12773 અરજી આવી ચુકી છે. આગામી તા.23ને ગુરુવારે અરજી કરવા માટેની આખરી મુદત છે. અત્યાર સુધીમાં 12800થી વધુ અરજી આવી ચુકી છે.

રાજકોટની ખાનગી શાળાઓના આર.ટી.ઇ.ના કુલ 4043 સીટના ક્વોટાની ગણતરીએ 8700થી વધુ જરૂૂરિયાતમંદ બાળકો ખાનગી સ્કુલમાં રાઇટ ટુ એજ્યુકેશનના અધિકારથી વંચિત રહી જવાના છે એ હકિકત સ્પષ્ટ છે. સેલ્ફ ફાયનાન્સ સ્કુલમાં રાઇટ ટુ એજ્યુકેશની સીટનો ક્વોટા ઓછો હોવાનું માત્ર રાજકોટમાં જ છે એવુ નથી. સમગ્ર રાજ્યમાં આ પ્રશ્ન છે. ગત વર્ષે રાજ્યમાં આર.ટી.ઇ.ની સમગ્ર રાજ્યમાં આ વર્ષે 93860 બેઠકો હતી. ત્રણ રાઉન્ડમાં એડમીશન આપવાની પ્રક્રિયા હતી પરંતુ પ્રથમ બે રાઉન્ડમાં જ એડમીશન પેક થઇ ગયા હતા અને સેંકડો જરૂૂરિયાતમંદ બાળકો અંગ્રેજી માધ્યમ સહિત સેલ્ફ ફાયનાન્સ સ્કુલના આધુનિક શિક્ષણથી વંચિત રહી ગયા હતા. આ વખતે પણ આવી જ હાલત થવાની છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દિક્ષિત પટેલે ‘ગુજરાત મિરર’ સાથે થયેલી વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, રાજકોટમાં રાઇટ ટુ એજ્યુકેશન માટે ગત વર્ષ કરતા પણ આ વખતે અરજીની સંખ્યા વધુ છે. લાયકાત મુજબ સ્ક્રુટીની કરાયા બાદ ત્રણ રાઉન્ડમાં એડમીશન પ્રક્રિયા કરવી પડશે.

કોર્પોરેશનની નવી ઇંગ્લીશ મીડિયમ શાળા ચાલુ થાય તો પણ RTEમાં એડમિશનનું ભારણ ઘટે
રાજકોટ શહેરની અંગ્રેજી માધ્યમની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓની વાર્ષિક રૂૂ. 50,000થી 1 લાખ સુધીની ફી વસૂલે છે. ફી ઉપરાંતના અન્ય ખર્ચાઓ તો અલગ. ગરીબ તો સામાન્ય વર્ગને પણ આ ભારણ પોંસાય તેમ નથી. જો સરકારી અંગ્રેજી માધ્યમ શાળાઓ પુરતો વિકલ્પ મળે તો આર.ટી.ઇ.ની સીટમાં પડતી ઘટમાં ઘણી રાહત થઇ શકે તેમ છે. મનપા ત્રણેય ઝોનમાં શક્ય તેટલી વધુ ઇંગ્લીશ મીડિયમ સ્કુલનો અભ્યાસક્રમ શરૂૂ કરી શકે તેમ છે. નવી ઇંગ્લીશ મીડિયમ સ્કુલ શરૂૂ કરવા માટે બજેટમાં પણ દર વર્ષે કોણીએ ગોળ ચોંટાડવામા આવે છે. પણ જાણે શાસકો અને તંત્રવાહકોમાં ઇચ્છા શક્તિનો અભાવ હોય તેમ નવી ઇંગ્લીશ મીડિયમ શાળાની યોજના બજેટના બે પુઠ્યા વચ્ચે કાગળ પર જ પડી રહે છે.

અફસોસ ક્વોટા વધારવા એકપણ પક્ષે ચૂંટણી ઢંઢેરામાં વચન ન આપ્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે વર્ષોથી સતાપક્ષમાં રહેલી ભાજપ, સતા મેળવવા મથામણ કરતી કોંગ્રેસ અને ગુજરાતમાં પગદંડો જમાવવા ઉંધામાથે ગોથા ખાતી આમ આદમી પાર્ટી સહિત મુખ્ય આ ત્રણેય પક્ષે આ વખતે મતદારોને રિઝવવા માટે અનેક રેવડી વેરી છે. ચૂંટણી ઢંઢેરામાં હથેળમાં ચાંદ દેખાડતા અનેક વચનો આપ્યા છે. પણ અફસોસ સાથે કહેવુ પડે કે આવતીકાલનું ભવિષ્ય એવા બાળકોના 21મી સદીના શિક્ષણની એકપણ પક્ષે ચિંતા કરી નથી. રાઇટ ટુ એજ્યુકેશનમાં સીટનો ક્વોટા ઓછો પડતો હોવાનું તમામ પક્ષ, સ્થાનિક નેતાગીરીને ખબર જ છે. આર.ટી.ઇ.માં ક્વોટા વધારવા માટે રાજકીય ઇચ્છા શક્તિનો અભાવ હોય એ ભારે અફસોસ સાથે સ્વીકારવુ પડે તેમ છે.

લાયકાત ધરાવતા હોવા છતાં બાળકો અધિકારથી વંચિત
રાઇટ ટુ એજ્યુકેશનમાં અરજી કરતી વખતે કઇ શાળામાં એડમીશન લેવાનું છે તે ચોઇસનો વિકલ્પ આપવામા જરૂૂર આવે છે પરંતુ મોટાભાગે એવુ બને છે કે, અરજદાર જે વિસ્તારમાં રહેતા હોય ત્યાની માન્ય શાળામાં ક્વોટા પેક થઇ જાય છે. નછૂટકે અરજદારને તેમના માસુમ બાળકને રહેણાંકથી દૂરની શાળામાં એડમીશન લેવુ પડતુ હોય તેવી પણ એમ મોટી પડોજણમાં વાલીઓ પરેશન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *