હાઇટેક કરદાતા, એડવાન્સ ટેક્સમાં વળતરના બે સપ્તાહમાં 80 ટકા જેટલું ઓનલાઇન ચુકવણું

રાજકોટ મનપાને વળતર યોજનાની શરૂઆતના પખવાડિયામાં 48 કરોડની આવક 13 દિવસમાં 87600 કરદાતાઓમાંથી 65500 કરદાતાઓએ વેરો ઓનલાઇન ચુકવ્યો રાજકોટ મનપાની ટેક્સ શાખાની તિજોરી મોટાભાગે સામે…

રાજકોટ મનપાને વળતર યોજનાની શરૂઆતના પખવાડિયામાં 48 કરોડની આવક

13 દિવસમાં 87600 કરદાતાઓમાંથી 65500 કરદાતાઓએ વેરો ઓનલાઇન ચુકવ્યો

રાજકોટ મનપાની ટેક્સ શાખાની તિજોરી મોટાભાગે સામે ચાલીને વેરો ચુકવવા આવે તેવા પ્રમાણિક કરદાતાઓના જોરે જ ભરાય છે. એ સિવાયના રીઢા બાકીદારો કોઇને કોઇ રીતે સાણસામાં આવતા નથી. આ વખતે પણ એડવાન્સ વેરો ભરનાર આસામીઓને વળતર આપવાની યોજના ચાલુ થયાના બે અઠવાડિયામાં જ પ્રમાણિક કરદાતાઓ મનપાની તિજોરી સજીવન કરી રહ્યા છે. વળતર યોજના શરૂૂ થયાના 13 દિવસમાં રૂૂ.48 કરોડ તિજોરીમાં ઠલવાયા છે. બીજીબાજુ શહેરના કરદાતાઓ હવે હાઇટેક બન્યા છે. ઘર બેઠા વેરો ચુકવવાની સુવિધા મળતી હોય તો કચેરીએ શા માટે ધક્કો ખાવો? ઓનલાઇન સુવિધા તરફ કરદાતાઓ વળ્યા છે. 13 દિવસમાં કુલ 87600 કરદાતાઓએ વેરો ચુકવ્યો છે. તેમાથી 65500 કરદાતાઓએ તો ઓનલાઇન સુવિધાનો લાભ લીધો છે.

રાજકોટ મનપાએ ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના પ્રારંભે 31 એપ્રિલ સુધી એડવાન્સ વેરો ચુકતે કરનાર આસામીઓને વળતર આપવાની રિબેટ સ્કીમ શરૂૂ કરી છે. પુરુષ મતદાર હોય તો 10 ટકા અને ઓનલાઇન ચુકવે તો વિશેષ 1 ટકા લેખે 16 ટકા વળતર આપવામા આવે છે. જો મહિલાના નામે મિલકત નોંધાયેલી હોય તો 15 ટકા અને ઓનલાઇન ચુકવે તો વિશેષ 1 ટકા એટલે કે 16 ટકા વળતર ચુકવવામા આવે છે. ગત તા.8થી એડવાન્સ વેરા વળતર યોજના ચાલુ કરવામા આવી છે. આજે ગઇકાલે તા.20મી સુધીમાં કુલ 87600 કરદાતાઓ તરફથી 48 કરોડનો વેરો ચુકવવામા આવ્યો છે. તેમાથી 6 કરોડનું વળતર અપાયુ છે. કુલ કરદાતાઓમાંથી અંદાજે 80 ટકા એટલે કે 65500થી વધુ કરદાતાઓએ ઓનલાઇન વેરો ચુકતે કર્યો છે.

સળંગ ત્રણ વર્ષ વેરો વધુ 1 ટકા મળે છે વળતર
રાજકોટના કરદાતાઓએ ઓનલાઇન સુવિધા તરફ વાળવા અને મનપાની કચેરીએ ટેક્સ શાખામાં કામનું ભારણ ઘટે એ માટે તંત્ર દ્વારા અનેક રીતે હાઇટેક સુવિધા આપવામા આવે છે. ઓનલાઇન વળતરમાં 1 ટકા વધુ વળતર તો આપવામા આવે જ છે પણ સાથોસાથ જો સળંગ ત્રણ વર્ષ સુધી ઓનલાઇન વેરો ચુકવવામા આવે તો વધુ વધારાનું એક ટકા વળતર પણ આપવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *