વધુ મંડળી ઉઠી ગઇ, સંકલ્પ સિધ્ધ મંડળીના ચેરમેન સહિત બે શખ્સો 3.12 લાખ ઓળવી ગયા

રાજકોટ શહેરમાં વધુ એક મંડળી ઉઠી ગઈ છે.જેમાં યુનિવર્સિટી રોડ પર આવેલી સંકલ્પસિધ્ધ ક્રેડિટ કો.ઓ.સોસાયટીમાં મુકેલાં ફીક્સ ડીપોઝીટનાં રૂૂા.3.10 લાખ અને ડેઇલી બચનાં રૂૂા.2 લાખ…

રાજકોટ શહેરમાં વધુ એક મંડળી ઉઠી ગઈ છે.જેમાં યુનિવર્સિટી રોડ પર આવેલી સંકલ્પસિધ્ધ ક્રેડિટ કો.ઓ.સોસાયટીમાં મુકેલાં ફીક્સ ડીપોઝીટનાં રૂૂા.3.10 લાખ અને ડેઇલી બચનાં રૂૂા.2 લાખ મળી રૂૂા.3.12 લાખ પરત નહીં આપતાં મંડળીનાં અંસુમન મુકુંદભાઇ દવે અને જીતેન્દ્રસિંહ જાડેજા સામે રોકાણકાર ધીરૂૂભાઇ જખાનીયા (ઉ.વ.40, રહે.રૈયાગામ 100 વારીયા પ્લોટ)એ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
શાકભાજીનો ધંધો કરતાં ધીરૂૂભાઇએ પોલીસને જણાવ્યું કે મંડળીમાં ડેઇલી બચત ડીપોઝીટ કલેક્શનનું કામ કરતાં આરોપી જીતેન્દ્રસિંહે તેને વિશિષ્ટ થાપણ યોજનામાં રૂૂા.10 હજાર જમાં કરાવા અને ડ્રો થયેથી તમને રૂૂા. 20 હજાર મળશે તેમ કહેતાં 10 હજાર જમા કરાવતાં તેને એફ.ડી.નું સર્ટિફિકેટ અપાયું હતું. જ્યારે ડોક્યુમેન્ટનાં આધારે તેનું, તેના પત્ની અને પુત્રનું બચત ખાતું 2018માં ખોલાયું હતું. જેમા દરરોજ રૂૂા.100 લેખે જમા કરાવવાનું શરૂૂ કર્યુ હતું. બે વર્ષ સુધી રકમ જમા કરાવતાં આ સમયે તેને સમયસર વ્યાજ પણ ચુકવાતું હતુ.

એટલું જ નહીં મુદત પુરી થતાં રકમ વ્યાજ સહિત આપી હતી. ત્યારબાદ આરોપીએ ફિક્સમાં રૂૂપિયા મુકવાનું કહેતાં તેના નામે એક લાખ તેના પત્નીનાં નામે બે લાખ અને પુત્રનાં નામે દસ હજાર જમાં કરાવ્યા હતા. એટલું જ નહીં તેની પત્નીના બચત ખાતામાં 200 લેખે દસ દીવસમાં બે હજાર જમા કરાવ્યા હતાં.

કોરોના કાળ આવતાં આરોપી દૈનિક બચતનાં રૂૂપિયા લેવા આવતો બંધ થઇ ગયો હતો. તેથી તે પરિવારજનો સાથે મંડળીએ ગયા હતાં જ્યાં ચેરમેન અંસુમાન દવે હાજર હોય તેને વાત કરી રોકાણનાં પૈસા પરત માંગતા તેણે બીજા દીવસે બોલાવ્યા હતા. તે બીજા દીવસે જતાં મંડળીને તાળા મારેલા હતાં. જ્યારે આરોપી અંસુમનનો ફોન બંધ આવતો હોવાથી આરોપી જીતેન્દ્રને ફોન કર્યો હતો. થોડા સમય બાદ જીતેન્દ્રસિંહે તેને વાત કરી હતી કે મંડળી ઉઠી ગઇ છે. તમારી બચતબુક આપો અંસુમાન પર પોલીસ કેસ કરવો છે તેમ કહેતાં તેને નકલ આપી હતી.

બાદમાં તે મંડળીના અન્ય રોકાણકારો સાથે બહુમાળી ભવનમાં રજુઆત કરતાં આરોપી અંસુમન વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે તે હાલ જેલમાં છે તેમ જવાબ આપ્યો હતો.ત્યારે જીતેન્દ્રસિંહે અંસુમન જેલમાંથી છુટવાનો છે તે આવશે એટલે પૈસા આપી દેશે તેણે મિલકત વેચવાં રાખી છે.તેમ જણાવી દેતાં યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે એએસઆઈ જયસિંહ ઝાલા તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *