માધવપુર દર્શનાર્થે ગયેલા વૃદ્ધના મકાનમાંથી લાખોની મતાની ચોરી

રૂપિયા 5,000 ની રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂા.1.38 લાખની ઉઠાંતરી જામનગર માં તંબોલી ભવન આવાસમાં રહેતા કિશોરભાઈ કરસનદાસ ભગત નામના 69 વર્ષના બુઝુર્ગ, કે…

રૂપિયા 5,000 ની રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂા.1.38 લાખની ઉઠાંતરી

જામનગર માં તંબોલી ભવન આવાસમાં રહેતા કિશોરભાઈ કરસનદાસ ભગત નામના 69 વર્ષના બુઝુર્ગ, કે જેઓ પોતાના પત્ની સાથે ગઈકાલે સવારે જામનગર થી માધવપુર ઘેડ દર્શનાર્થે ગયા હતા, જે દરમિયાન પાછળથી ધોળે દહાડે તેઓના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદર પ્રવેશ મેળવી લીધો હતો.

તસ્કરોએ કબાટમાં રાખેલી રૂૂપિયા 5,000ની રોકડ રકમ આને સોના ચાંદીના દાગીના સહિત 1,38,000 ની મલમત્તા ચોરી કરી ગયા હતા. ઉપરોક્ત ચોરીના બનાવ અંગે તેના પાડોશીએ ટેલીફોન કરીને જાણ કરતાં તેઓ ગઈ રાત્રે પરત ફર્યા હતા, અને પોતાના ઘરમાં નિરીક્ષણ કરતાં ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી તેઓએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *