ધારાસભ્ય મેઘજી ચાવડાના ખારવા ગામમાં જ વર્ષોથી પાણીની સમસ્યા

ધ્રોલના ખારવા ગામે લોકો ક્ષારવાળુ મોળુ પાણી પીવા મજબૂર: વર્ષો જૂની પાણીની સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનોની માંગ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના ખારવા ગામમાં જ વર્ષોથી…

ધ્રોલના ખારવા ગામે લોકો ક્ષારવાળુ મોળુ પાણી પીવા મજબૂર: વર્ષો જૂની પાણીની સમસ્યા દૂર થાય તેવી ગ્રામજનોની માંગ

ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના ખારવા ગામમાં જ વર્ષોથી પાણીની વિકટ સમસ્યા છે. ચૂંટણી વખતે આવે છે અને વાયદા-વચનો આપી જાય છે. છતાં હજુ સુધી અહીં પાણી પહોંચ્યું નથી. તે બાબતે ગ્રામજનો આક્રોશ ઠાલવી રહ્યા છે.ખારવા ગામે રોડ રસ્તાના કામ કરવામાં આવ્યા છે પરંતુ ટૂંક જ સમયમાં રોડ રસ્તા ધૂળધાણી થઈ જતા ગ્રામજનોએ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે.

ગ્રામપંચાયતની ચૂંટણીને લઈને જામનગર જિલ્લામાં તૈયારીઓનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. પરંતુ હાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવથી લોકો તંત્રની કામગીરીથી અસંતુષ્ટ હોવાનું સામે આવ્યું છે. ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે.ખારવા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા મુખ્ય છે.લોકો ક્ષારવાળુ પીળા કલરનું મોળુ પાણી પીવા મજબૂર બન્યા છે.ગામમાં પાકા રસ્તાની સાથે આરોગ્ય કેન્દ્રનો પણ સદંતર અભાવ છે.ધારાસભ્ય મેઘજી ચાવડા ખારવા ગામના જ હોવા છતા ગામનો વિકાસ ન થયો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.અનેક સમસ્યાને લઈને ધારાસભ્ય મેઘજી ચાવડાને ઘણી રજૂઆતો કરી હોવા છતા કોઈ નિરાકરણ ન આવ્યું હોવાની ગ્રામજનો વેદના ઠાલવી રહ્યા છે. તેવામાં આ ચૂંટણીમાં ચૂંટાઈને આવનાર નવા સરપંચ પાસે ગામની સમસ્યા દૂર કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *