રાજકોટમાં દિવાળીના તહેવારની રજાઓ પૂરી થયા બાદ ગઈકાલે લાભપાંચમના શુભ દિવસે વેપારીઓએ ઉત્સાહ ભેર પોતાના ધંધા-રોજગારનો પ્રારંભ કર્યો છે. શહેરના ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, અને અન્ય મુખ્ય બજારો સવારથી જ ગ્રાહકોની અવરજવરથી ધમધમતી જોવા મળી રહી છે. વેપારીઓ દ્વારા શુભ મુહૂર્તમાં નવા વર્ષનાં નાણાકીય હિસાબની શરૂૂઆત કરી તેમજ બોણી કરીને વ્યાપારની શરૂૂઆત કરવામાં આવી છે.
આજના દિવસે ખરીદીને શુભ માનવામાં આવતી હોવાથી ગ્રાહકો પણ નવા વર્ષની ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે. ગઈકાલે રાજકોટમાં લાભપાંચમના શુભ દિવસે વેપારીઓએ પોતાના શો-રૂૂમ અને દુકાનોમાં ધાર્મિક વિધિ અને પૂજા-અર્ચના કરીને નવા વર્ષના વ્યાપારનો પ્રારંભ કર્યો હતો. બજારોમાં ધમધમાટ શરૂૂ થતાં આર્થિક પ્રવૃત્તિઓએ ફરી વેગ પકડ્યો છે, જેનાથી વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓ આશા સેવી રહ્યા છે કે આવનારું આખું વર્ષ તેમના માટે સમૃદ્ધિ અને સફળતા લઈને આવશે.
