બોટાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા માગ કરી છે. તેમણે જણાવ્યું છે કે, બોટાદ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર નહીં કરીને ભાજપ સરકારે ફરી એકવાર બોટાદની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. વસ્તીની દૃષ્ટિએ અને વિસ્તારની દૃષ્ટિએ બોટાદથી નાની નગરપાલિકાઓને પણ મહાનગરપાલિકા બનાવવામાં આવી છે, પરંતુ બોટાદની અવગણના કરીને બોટાદ સાથે અન્યાય કરવામાં આવ્યો છે.
એક સમયે બોટાદ ભાજપ માટે તીર્થસ્થાન ગણાતું હતું, પરંતુ આજે બોટાદ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. સાંસદ સભ્યો અને ધારાસભ્યોના સુજાવોની અવગણના કરીને સરકાર પોતાની અણઆવડત બતાવી રહી છે. સરકારના નિર્ણયનો અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં જનતાનું નહિ, પરંતુ ઈસ્ટ ઈન્ડિયા કંપની જેવું અધિકારી શાસન ચાલી રહ્યું છે એવું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ જણાવ્યું છે. બોટાદ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવા માગ કરી છે.