અમરેલી નકલી પત્રકાંડ હવે જાણે એક રાજકીય લડાઈ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક પત્ર જેમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા સામે હપ્તાખોરીના આરોપો લાગે છે. અને ઘટનાના માત્ર 24 કલાકમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. આ સાથે આ સમગ્ર મામલે એક પાટીદાર યુવતીને અડધી રાત્રે તેના ઘરેથી પોલીસ ઉઠાવી જાય છે. જાહેરમાં તેનું સરઘસ કાઢે છે.
અને તેનું જ પરિણામ સ્વરૂૂપ અત્યારે આ રાજકીય લડાઈ બની ગઈ છે. આ સાથે જ આ ઘટનામાં જેના નામે પત્રકાંડ થયો તે કૌશિક વેકરીયા ઘણા સમયથી ભાગી રહ્યા છે. અચાનક ભાગી ગયેલા કૌશિક વેકરીયા રાજ્યપાલના કાર્યક્રમમાં પહોંચી જાય છે. આ કાર્યક્રમમાં પહોંચ્યા પણ પત્રકાંડ મામલે મગનું નામ મારી પાડવા તૈયાર નથી. આ વચ્ચે જખઈના વડા નિર્લિપ્ત રાય પણ અમરેલી ગયા હતા અને પાયલ ગોટીનું નિવેદન લીધું હતું. ત્યારે આજે ધારાસભ્ય સાથે એક અજ્ઞાત વ્યક્તિનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં તે આ ઘટનાને વખોડે છે.
અમરેલીની દીકરીના સરઘસ મુદ્દે ધારી વિધાનસભાના ધારાસભ્ય જે.વી.કાકડિયાનો ઓડિયો વાયરલ થયો છે. અજ્ઞાત વ્યકિતએ ધારીના ધારાસભ્ય કાકડીયાને કોલ કરાયો હતો. ધારાસભ્ય જે.વી. કાકડીયાએ જવાબ આપવામાં ગલ્લાંતલ્લાં કરતા જોવા મળ્યા હતા. આ મામલે અજ્ઞાત વ્યક્તિએ કાકડીયાને કહ્યું કે, તમે મોટા મોટા આરોપીઓના મોઢા બતાવતા નથી. અને તમે એક તો આ દીકરીનો વરઘોડો કાઢો છો અને બીજું કે તમે તેનું મોં પણ બતાવો છો. આ પ્રકારની ઘટનાને વખોડી કાઢવી જોઈએ. પરંતુ ગમે તેટલા સવાલો પૂછ્યા પણ દરેક જવાબ તેમણે જેમ તેમ આપી દીધા હતા. મારો વિસ્તાર નથી આ તો સમાજની દીકરી છે ને બનતી મદદ કરી હોવાની કાકડીયાએ સફાઈ આપી હતી.
દીકરીના અલગ જામીન મૂકવા અંગે મદદ કરી હોવાનું કાકડીયાએ જણાવ્યું હતું. અગાઉ રૂૂપાલાને પણ કોલ કરીને દીકરી મુદ્દે અજ્ઞાત કોલ થયેલો હતો. પાયલ ગોટીના જેલવાસ દરમ્યાન મોબાઈલમાં વાતચીત થયાનો ઓડિયો વાયરલ થયો.