શું મિશેલ સ્ટાર્ક IPL 2026 માં રમશે? દિલ્હી કેપિટલ્સે તેના પ્રદર્શન અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને હજુ સુધી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યું નથી. IPL 2026 માં દિલ્હી કેપિટલ્સનો પહેલો મેચ 1 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે હશે. દિલ્હી કેપિટલ્સ કોચ હેમાંગ બદાણીએ પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બોર્ડ સાથે સતત સંપર્કમાં છે.
મિશેલ સ્ટાર્કની ફિટનેસ દિલ્હી કેપિટલ્સ માટે ચિંતાનો વિષય છે. સીએએ તેમને ફિટનેસ ક્લિયરન્સ આપ્યું નથી, જેના કારણે તેમનો NOC મળવામાં વિલંબ થઈ રહ્યો છે. કોચ હેમાંગ બદાણીએ જણાવ્યું હતું કે તેઓ NOC ની રાહ જોઈ રહ્યા છે. એકવાર NOC મળી ગયા પછી, સ્ટાર્ક IPL 2026 માં રમી શકશે. કોચે જણાવ્યું હતું કે સ્ટાર્કે થોડા દિવસો પહેલા બોલિંગની પ્રેક્ટિસ પણ કરી હતી. જોકે, જ્યાં સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ તેમને રમવાની પરવાનગી ન આપે ત્યાં સુધી દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝ કંઈ કરી શકશે નહીં.
આઈપીએલ 2026 પહેલા ઓસ્ટ્રેલિયન બોલરો ઈજાઓને કારણે સમાચારમાં રહ્યા છે. મિશેલ સ્ટાર્કને ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ કમરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. કમિન્સ શરૂૂઆતની કેટલીક મેચોમાંથી બહાર રહેશે, તેથી તેની ગેરહાજરીમાં ઈશાન કિશન જછઇં ટીમનું નેતૃત્વ કરશે.
