દેશના સૌથી મોટા સંસ્થાકીય રોકાણકાર, લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)ને બ્લુ ચિપ સ્ટોક ITCના કારણે માત્ર બે દિવસમાં 10,445 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું છે.
આ નુકસાન ત્યારે થયું જ્યારે સરકારે સિગારેટ પર નવો ટેક્સ લાગુ કરવાની જાહેરાત કરી, જેના પછી ITCના શેરમાં 14% ઘટાડો થયો. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાંLIC પાસે ITC માં 15.86% હિસ્સો હતો એટલે કે 199 કરોડ શેર હતા. બુધવારે મોડી રાત્રે નાણા મંત્રાલયે સિગારેટ પર નવા કર દરોની જાહેરાત કરી હતી. જેમાં 1,000 સ્ટિક્સ પર રૂૂપિયા 2,050 થી રૂૂપિયા8,500 ની વચ્ચે ટેક્સ લાગશે, જે સિગારેટની લંબાઈના આધારે રહેશે. આ પછી સંબંધિત કંપનીઓના શેરમાં ઘટાડો થવા લાગ્યો. આજે ITC શેર રૂૂપિયા345.35ના ત્રણ વર્ષના નીચલા સ્તરે ગબડ્યો અને અંતે ₹350.10 પર બંધ થયો, જે ગુરુવારના બંધની તુલનામાં 3.8% ઘટાડો દર્શાવે છે.
