જસદણના કોઠીમાં લાપતા નવોઢાનો કેળના ઝાડ સાથે લટકતો મૃતદેહ મળ્યો : હત્યાની આશંકા

પરિણીતાના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો : પોલીસ તપાસનો ધમધમાટ જસદણ તાલુકાના કોઠી ગામે સાંજે લાપતા થયેલી નવોઢાનો સવારે વાડીમાંથી કેળના…

પરિણીતાના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો : પોલીસ તપાસનો ધમધમાટ

જસદણ તાલુકાના કોઠી ગામે સાંજે લાપતા થયેલી નવોઢાનો સવારે વાડીમાંથી કેળના વૃક્ષ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિણીતાના પિયરિયાઓએ દીકરીનો આપઘાત નહીં, હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના કોઠી ગામે રહેતા કાજલબેન યોગેશભાઈ સાપરા (ઉ.વ. 27) ના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા. લગ્ન બાદ તેઓ પતિ સાથે રાજકોટ સ્થાયી થયા હતા, પરંતુ એક મહિના પહેલાં જ તેઓ પરત કોઠી ગામે રહેવા આવ્યા હતા. ગત મોડી રાત્રે કાજલબેન અચાનક ઘરેથી ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ રાત્રે જ તેમની શોધખોળ શરૂૂ કરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. વહેલી સવારે ઘરની બાજુમાં આવેલી વાડીમાંથી કાજલબેનનો મૃતદેહ કેળના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. મૃતકને કોઈ સંતાન ન હોવાનું જાણવા મળ્યું છે. જો કે પરિવારજનોએ કાજલે આપઘાત શા માટે કરવો પડ્યો એ કારણ વિશે અજાણ હોવાનું રટણ કર્યું હતું.

પરિણીતાના પિયરિયાએ આક્ષેપ કર્યો હતો કે અમારી દીકરીના લગ્ન હજુ એક વર્ષ પહેલાં જ થયા છે. અને આ સામાન્ય આત્મહત્યાનો મામલો નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ પોલીસ તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને તપાસ ચલાવી રહી છે. કાજલબેનનું મોત ફાંસો ખાવાના કારણે જ થયું છે કે પછી મોત નીપજાવ્યા બાદ લાશને લટકાવવામાં આવી છે. તે દિશામાં પણ તપાસ શરૂૂ થઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે અને તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઘટનાની ગંભીરતા તેમજ પરિણીતાના પિયરિયાના આક્ષેપને ધ્યાને લઈ જસદણ સ્થાનિક પોલીસ ઉપરાંત એએસપી, એસઓજી, એલસીબી અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘટના પાછળનું સત્ય શોધવા માટે ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી હતી. એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી જરૂૂરી પુરાવાઓ એકત્ર કરી વિવિધ વસ્તુઓના સેમ્પલ લીધા હતા અને પૃથ્થકરણ માટે મોકલી આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *