રાજકોટ શહેરનાં જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર રપ વારીયા કવાર્ટરમા રહેતી શ્રમીક પરીવારની સગીરાને તેનાજ વિસ્તારમા રહેતો યુવાન ભગાડી ગયો હોવાની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમા થઇ હતી આ ઘટનામા ગાંધીગ્રામ પીઆઇની રાહબરીમા ડી સ્ટાફની ટીમે બાતમીને આધારે સગીરા અને તેમનાં પ્રેમીને જામનગર રોડ પર આવેલી હોટલ પરથી ઝડપી પાડયા હતા. આ સાથે પોલીસે સગીરાનુ મેડીકલ ચેકઅપ કરાવતા તેની સાથે દુષ્કર્મ થયાનુ જાણવા મળ્યુ હતુ અને પોલીસે પોકસોની કલમનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી હતી તેમજ સગીરાને તેમનાં પરીવારને સોપી હતી.
વધુ વિગતો મુજબ ગઇ તા 1 નાં રોજ ઘંટેશ્ર્વર રપ વારીયા કવાર્ટરમા રહેતી શ્રમીક પરીવારની સગીરાને તેમનાં ઘર પાસે રહેતા જયરાજ કાઠી નામનો યુવાન ભગાડી ગયાની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમા નોંધાઇ હતી . આ ઘટનામા પીઆઇ મેઘાણીની રાહબરીમા પીએસઆઇ એસ. બી. જાડેજા અને સ્ટાફ તપાસ ચલાવી રહયો હતો ત્યારે ડી સ્ટાફનાં રવીભાઇ ગઢવી, મસરીભાઇ ભેટારીયા, હંસરાજભાઇ ઝાપડીયા અને રોહીતદાન ગઢવી, રઘુવીરસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે બાતમીને આધારે જામનગર રોડ પર આવેલી જલારામ હોટલ પાસે જમવા આવેલા સગીરા અને તેમનાં પ્રેમીને પોલીસે ઝડપી લીધા હતા.
આ સાથે યુવકની પુછપરછ કરવામા આવતા બંને રાજકોટથી ભાગીને કચ્છ તેમજ અમદાવાદ તરફ ફર્યા હતા અને અલગ અલગ સ્થળો પર રખડતુ જીવન જીવતા હતા. તેમની પાસે પૈસા ખુટી પડતા યુવક સગીરાને લઇ રાજકોટ આવ્યો હતો અને ગઇકાલે રાત્રે જામનગર રોડ પર આવેલી જલારામ હોટલ પાસે જમવા આવ્યા આ સાથે પોલીસે ઝડપી લીધા હતા તેમજ મેડીકલ ચેકઅપમા જાણવા મળ્યુ કે સગીરા પર દુષ્કર્મ થયુ હતુ. તેમજ હાલ પોલીસે પોકસોની કલમનો ઉમેરો કરવામા આવ્યો તેમજ પોલીસે આરોપી જયરાજ સુરેશભાઇ બોઘરા (કાઠી દરબાર) (ઉ.વ. 19) (રહે. ઘંટેશ્ર્વર રપ વારીયા) ને ઝડપી પુછપરછમા તેની સાથે એક સગીરનુ નામ ખુલતા તેની પણ અટકાયત કરવામા આવી હતી. હાલ સગીરાને તેમનાં પરીવારને સોપવામા આવી હતી.
