અસામાજિક તત્વોએ દબાવેલી કરોડોની જમીન ખુલ્લી કરાવાઇ

શાપર (વેરાવળ) માં પોલીસનું બુલડોઝર ફર્યુ, 15 ગુનેગારોનુ સામ્રાજય ધ્વસ્ત અમુકે ઝૂંપડા તો અમુકે પાકા બંગલા ખડકી દીધા’તા રાજકોટ જીલ્લામાં અસામાજીક તત્વો અને ગુનેગારો સામે…

શાપર (વેરાવળ) માં પોલીસનું બુલડોઝર ફર્યુ, 15 ગુનેગારોનુ સામ્રાજય ધ્વસ્ત

અમુકે ઝૂંપડા તો અમુકે પાકા બંગલા ખડકી દીધા’તા

રાજકોટ જીલ્લામાં અસામાજીક તત્વો અને ગુનેગારો સામે પોલીસ શરૂૂ કરવામાં આવેલ કાર્યવાહી અંતર્ગત શાપર વેરાવળ પોલીસે મામલતદાર સહિતના અધિકારીઓને સાથે રાખી 4 મહિલા સહિત 15 જેટલા અસામાજીક તત્વો દ્વારા અલગ-અલગ સ્થળે સરકારી જગ્યાઓ પર ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી ગુનેગારોનું સામ્રાજ્ય ધ્વસ્ત કરી આશરે 5 કરોડ અને 7 લાખની 1155 ચો.મીટર જમીન ખુલ્લી કરાવી હતી.

પોલીસે જણાવ્યું કે, દારૂૂનાં 9 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા લાલા ઉર્ફે પરબત હાથીયાભાઈ વીજાણી (ઉ.વ.30, રહે. શાંતિધામ સોસાયટી, શાપર-વેરાવળ), દારૂૂનાં પાંચ ગુનામાં સંડોવાઈ ચુકેલા અયરાજ હરસુરભાઈવાલા (ઉ.વ.42, રહે. શાંતીધામ સોસાયટી), દારૂૂના 4 ગુનામાં સંડોવાઈ ચુકેલા રાણશી ચનાભાઈ માલાણી (ઉ.વ.40, રહે. ગણેશનગર, મ.પરા, શાપર), દારૂૂના 3 ગુનામાં સંડોવાઈ ચુકેલા લાખા કરમણભાઈ ઘોડા ઈ ઘોડા (ઉ.વ.38, રહે. જૂના પાવર હાઉસ પાસે, મ.પરા).

દારૂૂના પાંચ ગુનામાં સામેલ ભારતીબા કિશોરસિંહ જાડેજા (ઉ.વ.45, રહે. જૂના પાવર હાઉસ પાસે, શાપર), દારૂૂના 11 ગુનામાં સામેલ રામીબેન હિરાભાઈ માલાણી (ઉ.વ.52, રહે. જૂના પાવર હાઉસ પાસે, શાપર), દારૂૂના 7 ગુનામાં સામેલ ખીમકરણ હિરાભાઈ માલાણી (ઉ.વ.રર, રહે. જૂના પાવર હાઉસ પાછળ), દારૂૂના 4 ગુનામાં સામેલ રાજીબેન મેઘાભાઈ માલાણી (ઉ.વ.39, રહે. શાપર).

દારૂૂના બે ગુનામાં સામેલ જયેશ ઉર્ફે ઢીંગલી પ્રવીણભાઈ માંડલીક (ઉ.વ.30, રહે. ધરતીગેટ પાસે, શાપર), દારૂૂના બે ગુનામાં સામેલ સોહીલ ઉર્ફે રેહાન શાહનવાઝભાઈ ખરેડીયા (ઉ.વ.24, રહે. શાંતીધામ સોસ., શાપર), દારૂૂના 7ગુનામાં સામેલવિરમદેવસિંહ ઉર્ફે નાનકો કિશોરસિંહ જાડેજા (રહે. શાપર). દારૂૂ ઉપરાંત મારામારી, ચોરી, જુગાર સહિત 17 ગુનામાં સંડોવાઈ ચુકેલા જીગીર ઉર્ફે પ્રકાશભાઈ દિલીપભાઈ મારવાડી (ઉ.વ.28, રહે. શાપર), દારૂૂના બે ગુનામાં સામેલ રવીરાજસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.વ.19, રહે. શાપર), દારૂૂ અને જુગાર તેમજ મારામારી સહિત 13 36 ગુનામાં સંડોવાઈ ચુકેલા મોહદીશ મહમદ હુર્શન (ઉ.વ.23, રહે. શાપર) અને દારૂૂનાં 4 ગુનામાં સામેલ આલીબેન દેવશુભાઈ વાલા (ઉ.વ.35, રહે. શાપર)ને ત્યાં તપાસ કર્યા બાદ આ ગુનેગારો દ્વારા સરકારી જમીનો પર કરેલા ગેરકાયદે બાંધકામો મામલતદાર કચેરીના સ્ટાફ સાથે સંકલન કરી તોડી પાડવાની કામગીરી કરાઈ છે.

રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ, જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ મથકના પી.આઈ આર.બી.રાણા,પીએસઆઈ વી.જી.જેઠવા.આર.ડી.સોલંકી સાથે વિરભદ્રસિહ વાઘેલા, ભૂપેન્દ્રભાઇ સોલંકી, દિવ્યરાજસિંહ સરવૈયા, જયદીપસિંહ વાઘેલા, તુષારસિંહ જાડેજા, નરેશભાઇ રોજાસરા, રાજેશભાઇ બાયલ, ક્રિપાલસિંહ રાણા, પ્રતિપાલસિહ જેઠવા, મહેન્દ્રભાઇ ધાધલ, દિનેશભાઇ ખાટરીયા, અજયભાઇ ખટાણા, હરદીપસિંહ જાડેજા મયુરસિંહ જાડેજા, પીયુષભાઇ અઘેરા, રાજેશભાઇ વાવડીયા તથા પો.કોન્સ. અલ્પેશભાઇ ડામસીયા, લગધિરસિહ જાડેજા, નિલેશકુમાર ડાભી, જયસુખભાઇ જીલીયા, મનસુખભાઇ ચૌહાણ, રણછોડભાઇ નાંગસ, કિર્તિબેન દેસાઇ, કિંજલબેન માટીયા સહીતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *