જામનગર શહેરમાં આજે હિટ એન્ડ રનની દુ:ખદ ઘટનામાં એક સગીરનું વિદ્યાર્થીનું કરુણ નીપજ્યું છે. મળતી માહિતી મુજબ મૃતકનું નામ અલ્લાઉદ્દીન હારૂૂનભાઈ ઓડિયા (ઉંમર 17 વર્ષ) છે. તે નાનકપુરી, પવન ચક્કી રોડ વિસ્તારમાં રહેતો હતો અને મૂળ સરનામું ખોજા ચકલો, વરિયા મસ્જિદ પાસે, જામનગર હોવાનું અને ધોરણ 10 માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા બસ ચાલકે અડફેટમાં લેતાં સગીરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. અ બનાવ અંગે પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે, અને અકસ્માત સર્જી ફરાર થયેલી બસ તથા તેના ચાલકને શોધવા માટે તપાસ શરૂૂ કરી છે.આ બનાવથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
