જીમ્મી ટાવર, સાગર આર્કેડ, સમૃદ્ધિ ભવનની 11 ઓફિસોને લાગ્યા સીલ

  મનપાના વેરાવિભાગ દ્વારા કોમર્શીયલ બાકીદારો વિરુદ્ધ આજે કડક કાર્યવાહી હાથ ધરી સમૃદ્ધિ ભવન, સાગર આર્કેટ, જિમ્મી ટાવર સહિતના એકમોમાં વધુ 11 મિલ્કતો સીલ કરી…

 

મનપાના વેરાવિભાગ દ્વારા કોમર્શીયલ બાકીદારો વિરુદ્ધ આજે કડક કાર્યવાહી હાથ ધરી સમૃદ્ધિ ભવન, સાગર આર્કેટ, જિમ્મી ટાવર સહિતના એકમોમાં વધુ 11 મિલ્કતો સીલ કરી કોઠારિયા રોડ ઉપર રહેણાકના ચાર નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 40.29 લાખની વેરાવસુલાત કરી હતી.

વેરાવિભાગ દ્વારા આજે ભાવનગર રોડ પર આવેલ શ્રે રામ પાર્ક પ્લોટ નં-209 શોપ નં-5 ને સીલ મરેલ, ગોંડલ રોડ પર આવેલ ‘સમૃધ્ધિ ભવન’ ગ્રાઉન્ડ ફ્લોર ઓફિસ નં-29 ને સીલ મારેલ, ગોંડલ રોડ પર આવેલ ‘સાગર આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ’ થર્ડ ફ્લોર ઓફિસ નં-322 ને સીલ મારેલ, ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-23 ને સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ ‘સદગુરુ આર્કેડ’માં 1-યુનિટને સીલ મારેલ, ઢેબર રોડ પરા આવેલ ‘નગીનદાસ ચેમ્બર્સ’માં 1-યુનિટને સીલ મારેલ, ઢેબર રોડ પર આવેલ ‘સીટી ગોલ્ડ’ સેક્ધડ ફ્લોર શોપ નં-203 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.75 લાખ, ટાગોર રોડ પર આવેલ ‘અરીહંત એપાર્ટમેન્ટ’ફર્સ્ટ ફ્લોર ઓફીસ નં-103 ને સીલ મારેલ, ટાગોર રોડ’ગોલ્ડન પ્લાજા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ’ સેક્ધડ ફ્લોર ઓફીસ નં-211 ને સીલ મારેલ, ટાગોર રોડ પર એક્યુરેટ સ્ક્વેર કોમ્પ્લેક્ષ’ સેક્ધડ ફ્લોર ઓફીસ નં-207 ને સીલ મારેલ, ભકતીનગર સ્ટેશન પ્લોટમાં 1-યુનિટને સીલ મારેલ, મંગલા રોડ પર આવેલ ‘આશિયાના એપાર્ટમેન્ટ ‘બ્લોક નં-1 ને સીલ મારેલ, કોઠારીયા મેઇન રોડ પર આવેલ વિવેકાનંદ નગર-14 માં 2-નળ કનેક્શન કપાત, કોઠારીયા રોડ પર આવેલ યાદવ નગરમાં 1-નળ કનેક્શન કપાત, યાદવ નગરમાં 1- નળ કનેક્શન કપાત થયું હતું.

આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *