પાડોશી નરાધમના હવસનો શિકાર બનેલી સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનો રિપોર્ટ

જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મના ચકચારજનક કેસમાં મહત્વનો નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન સગીરાની…

જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મના ચકચારજનક કેસમાં મહત્વનો નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન સગીરાની તબીબી ચકાસણી કરાવવામાં આવતા તે આશરે આઠ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. તબીબોના પ્રાથમિક અભિપ્રાય મુજબ આગામી ત્રણ સપ્તાહની અંદર સગીરા બાળકને જન્મ આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ કેસમાં પોલીસે આરોપી શબ્બીર અબ્બાસ મહુર સામે પોક્સો અધિનિયમ તેમજ દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ સગીરાના ગર્ભવતી હોવાની જાણ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલ સગીરાને તેની માતાની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે, અને તબીબી નિરીક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે. સગીરાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જરૂૂરી સારવાર અને દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બાળકનો જન્મ થયા બાદ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયાના ભાગરૂૂપે ભોગ બનનાર સગીરા, નવજાત બાળક અને હાલ જેલમાં રહેલા આરોપી શબ્બીર અબ્બાસ મહુરના ડીએનએ નમૂનાઓ મેળવી પરીક્ષણ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પરીક્ષણ કેસની તપાસમાં મહત્વનો પુરાવો બની શકે છે. સગીરાના ગર્ભવતી બન્યા બાદ સમગ્ર પ્રકરણ સામે આવતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે. હાલ ડિવિઝનના પી.આઈ. વી.એમ. ડોડીયા અને તેઓની ટીમ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *