જામનગરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ, આરોપીની ધરપકડ

જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી 15 વર્ષની વયની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અવાર-નવાર પોતાના ઘરે લઈ જઈને એક વર્ષ સુધી બળજબરીથી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ…

જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી 15 વર્ષની વયની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અવાર-નવાર પોતાના ઘરે લઈ જઈને એક વર્ષ સુધી બળજબરીથી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે. પોલીસે સગીરાને તબીબી પરીક્ષણ માટે મોકલી આપી છે, જ્યારે દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરી છે.

જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતી 15 વર્ષ અને બે માસની વયની એક સગીરાને ગોલ્ડન સીટી સામે ગોકુલધામ તંબોલી ભુવનમાં રહેતા ચેતન ઉર્ફે સાગર હીતેશભાઈ પરમાર નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ સગીરાને લગ્નની લાલચ આપીને છેલ્લા એકાદ વર્ષથી પોતાના ઘરે લઈ જઈને બળજબરીથી દુષ્કર્મ આચરતો હતો.

જે મામલે આખરે સગીરાએ પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી દીધી હતી. જેથી સગીરાને સાથે રાખીને તેની માતા એ સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પી.આઈ.એન.બી.ડાભીએ દુષ્કર્મ, અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી સગીરાને તબીબી પરીક્ષણ માટે મહિલા કોન્સ્ટેબલને સાથે રાખીને જી.જી.હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી. જ્યારે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને આરોપી ચેતન ઉર્ફે સાગરની પોલીસે અટકાયત કરી લેવામાં આવી છે. જેને રીમાન્ડ પર લેવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *