સગીરા ઉપર દુષ્કર્મ આચરતા ઝેર પીધું, પરિવાર ઉપર હુમલો

ઉપલેટાના ગધેથડ ગામની ચકચારી ઘટના, ભાગીયાએ મજૂર સગીરાનો દેહ અભડાવ્યો, ફરિયાદ નોંધાવતા વાડી માલિકે પરિવારને ફટકાર્યો ગુજરાત મિરર, રાજકોટ,તા.11 ઉપલેટાના ગધેથળ ખાતે રહેતા એક ખેત…

ઉપલેટાના ગધેથડ ગામની ચકચારી ઘટના, ભાગીયાએ મજૂર સગીરાનો દેહ અભડાવ્યો, ફરિયાદ નોંધાવતા વાડી માલિકે પરિવારને ફટકાર્યો

ગુજરાત મિરર, રાજકોટ,તા.11
ઉપલેટાના ગધેથળ ખાતે રહેતા એક ખેત મજુર પરિવારની સગીરવયની પુત્રી સાથે તેના જ કૌટુબીક ભાઈએ દુષ્કર્મ ગુજારતા જે બાબતે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા જતા દુષ્કર્મ ગુજારનાર ભાગિયાનું ઉપરાણું લઇ વાડી માલિકે સગીરાના પરિવાર ઉપર હુમલો કર્યો હતો બીજી તરફ ભોગ બનનાર સગીરાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે અલગ અલગ બે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ ગધેથડ ગામે રહેતા અને ખેત મજુરી કરતા નકીયાભાઈ મલીયાભાઈ ભુરીયાએ કરેલી ફરિયાદમાં ભગીરથસિંહ વાળાનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ દંપતી કુટુંબીક માસી ગુજરી ગયેલ હોય જેથી સામાજીક કામથી ગયેલા અને ત્યારે કુટુંબીક બહેનનો દીકરો અજય લાલાભાઈ ભુરીયાએ પુત્રી સાથે રાત્રીના દોઢેક વાગ્યે વાડીની બાજુમાં બેઠા હતા અને દંપતીને જોઈને અ જય ભાગી ગયેલ હતો પુત્રીને પુછતા તેણે બન્ને એકબીજાને લગ્ન કરવા છે તેમ વાત કરેલ હતી અજય બાબતે વાત કરવા કુટુંબી બહેન અને બનેવીને જાણ કરી અજયને સમજાવવાનું કહેલ દંપતી વાડીએ પાછા આવી ગયેલ અને બાદમાં પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા ગયા જ્યાં ફરીયાદ લખાવેલ નહી પરંતુ ગઈ કાલ તા.10/03/2026 ના બપોરના નકિયા ખેતીકામ કરી વાડીએ ઓરડીમાં જમીને બેઠા હતા તે વખતે પુત્રીએ અજય ભુરીયાએ બળજ બરીથી શરીર સબંધ બાંધેલ હતો અને આપણે એકબીજાને ઝઘડો ન થાય તે માટે મે તમને કહેલ નહી આમ વાત કરી હતી.

પુત્રી ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા માટે આવવા તૈયારી કરતા તે દરમ્યાન આ અજયના શેઠ ભગીરથસિંહ વાળા વાડીએ આવેલા અને સગીરાના પરિવારને ગાળો આપી કેમ અજય વિરૂૂધ્ધ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા ગયેલા તેમ કહી ભગીરથસિંહ વાળાએ હુમલો કર્યો હતો. અને જતા જતા કહેવા લાગેલ કે તમે આ વાડી મુકી બીજે ક્યાંક રહેવા જતા રહેજો અને અજય વિરૂૂધ્ધ ફરીયાદ કરતા નહી નહીતર જાનથી મારી નાખીશ પુત્રી આ ઘટના બાદ ડરી જતા તેણે પોતાની રીતે પાકમાં છાંટવાની રાસાયણી ઝેરી દવા પી લીધી હતી. આ મામલે ભાયાવદ પોલીસમાં ભગીરથસિંહ વાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *