વિસાવદર તાલુકાના ગામની એક વાડીએ સાથે કામ કરતા પરિવારની સગીરા પર પરપ્રાંતીય શખ્સે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વિસાવદર તાલુકાના એક ગામના ખેડૂતની વાડીએ પરપ્રાંતીય પરિવાર ખેતી કામ કરી ગુજરાન ચલાવતો હતો.
આ પરિવારની સાથે કામ કરતા મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ઉમરી ગામના અનિલ ભાવસિંહ બારીયા નામના શખ્સે ગત તા. 2 માર્ચના રોજ મોડી રાત્રે પરિવારની સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી. જેના કારણે સગીરા ડરી જઈ સુનમુન થઈ ગઇ હતી. દીકરી મૂંઝાયેલી જણાતા તેનું પરિવાર કારણ પૂછતા અનિલ ભાવસિંહ બારીયાએ દુષ્કર્મ આચરી ધમકી આપી હોવાનું જણાવતા પરિવારજનો હતપ્રભ થઈ ગયા હતા.
