શહેરમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ શીતળાધાર 25 વારીયામાં રહેતી સગીરાને ભાઈએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. ભાઈના ઠપકાથી માઠું લગી આવતા સગીરાએ એસિડ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ શીતળાધાર 25 વારીયામાં રહેતી કોમલબેન વકીલકુમાર ગૌતમ નામની 15 વર્ષની સગીરા સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછમાં કોમલબેન ગૌતમ બે ભાઈ એક બહેનમાં વચેટ છે અને મૂળ ઉત્તર પ્રદેશની વતની છે મોટાભાઈએ કામ બાબતે ઠપકો આપતા કોમલબેન ગૌતમે એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર મફતિયાપરામાં રહેતી મીનાબેન હિરેનભાઈ બગડા નામની 24 વર્ષની પરિણીતા રાત્રીના સમય પોતાના ઘરે હતી ત્યારે માનસિક બીમારીથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું મીનાબેન બગડાની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
