રાજ્ય પોલીસ વડાના 100 કલાકમાં ગુંડા ત્તત્વો સામે તૂટી પડવાના આદેશ બાદ પોલીસ એકશન મોડમાં

  જિલ્લામાં 340 ગુનેગારોનું લિસ્ટ તૈયાર: 34ના લંગરિયા કપાયા ધોરાજી, ભાયાવદર, પાટણવાવ, પડધરી, ભાડલા, ગોંડલ, શાપર, મેટોડા જીઆઇડીસી, ઉપલેટા પોલીસની કાર્યવાહીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ, મિલકત…

 

જિલ્લામાં 340 ગુનેગારોનું લિસ્ટ તૈયાર: 34ના લંગરિયા કપાયા

ધોરાજી, ભાયાવદર, પાટણવાવ, પડધરી, ભાડલા, ગોંડલ, શાપર, મેટોડા જીઆઇડીસી, ઉપલેટા પોલીસની કાર્યવાહીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ, મિલકત ભાડે આપનાર 12, હદપારી અને પાસા દરખાસ્ત સહિતના આકરા પગલાં

રાજયમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજયભરની પોલીસને 100 કલાકમાં ગુંડા તત્વો અને અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવા આદેશ કરાયો છે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી છે. જેના ભાગરૂૂપે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ આચરનાર તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. જિલ્લા પોલીસે અલગ-અલગ પોલીસે સ્ટેશનમાં અવાર નવાર ગુના આચરતા 340 ગુનેગારોની યાદી તૈયાર કરી આકરા પગલા લેવાની શરૂઆત કરી છે. જિલ્લા પોલીસ દ્વારા 34 લુખ્ખાશખ્સોના લંગરીયા કાપી નાખી વિજચોરીના કેસ કરી દંડની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગેરકાયદેસર ખડકાયેલી મીલકતો ઉપર બૂલડોઝર ફેરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા રીઢા ગુનેગારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

રાજકોટ જિલ્લા પોલીસે પડધરી, ગોંડલ, શાપર-વેરાવળ, મેટોડા,ધોરાજી, પાટણવાવ, ઉપલેટા,કોટડા સાંગાણી સહિતનાં વિસ્તારોમાં અસામાજીક પ્રવૃતિઓ આચરનાર શખસો વિરુઘ્ધ ગુના નોંધવા અને તેમના ગેરકાયદે વીજ કનેકશન કાપવા સહિતની કામગીરી કરવામાં આવી છે.જેમાં ગઇકાલે જિલ્લા પોલીસ દ્વારા પીજીવીસીએલની ટીમને સાથે રાખી વીજ ચોરીના કેસ, વીજ કનેકશન કટ કરવા તથા જાહેરનામા ભંગના કેસ અને હદપારીના કેસ કરવામાં આવ્યા છે.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચનાના પગલે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અસામાજીક તત્વો વિરુઘ્ધ કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે જે અંગે માહિતી આપતા ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાએ જણાવ્યું હતું કે, આ કામગીરીનાં ભાગરૂૂપે પડધરીમાં ત્રણ વીજ કનેકશન કટ કરવામાં આવ્યા છે અને ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને 5.50 લાખનો દંડ કરવામાં આવ્યો છે.
ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ચાર વીજ ચોરીના કેસ વીજ આવ્યા છે.એક જાહેરનામા ભંગ અને એક શખસ વિરૂૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. ધોરાજીમાં એક વીજ કનેકશન કટ કરી 35000નો દંડ કરાયો છે.જયારે એક શખસ સામે જાહેરનામા ભંગનો કેસ કરાયો છે. ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાયરેક વીજ કનેકશન કટ કરવામાં આવ્યું છે. શાપર પોલીસની ટીમ દ્વારા પીજીવીસીએલને સાથે રાખી 8 વીજ કનેકશન કટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 4 ભાડાકરાર અંગેના કેસ કરવામાં આવ્યા છે. તેમજ હદપારી ભંગનાં પણ બે કેસ કરાયા છે.

આ ઉપરાંત મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ભાડાકરાર અંગેના 4 ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં ઉમેશ ઉર્ફે અડ્ડો હરીભાઈ સોની, રાહુલ ઉર્ફે ડોગી રાજેશભાઈ યાદવ, ભાગ્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને નીતિન રમેશભાઈ સાગઠીયા વિરુઘ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉપલેટામાં એક વીજ કનેકશન કટ કરવામાં આવ્યું છે. ગોંડલ તાલુકા પોલીસ દ્વારા બે વીજ કનેકશન કટ કરવામાં આવ્યા છે. પાટણવાવ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બે શખ્સોનાં ગેરકાયદે વીજ કનેકશન કટ કરવામાં આવ્યા છે. ભાડલા પોલીસની ટીમ દ્વારા સાત વિજ કનેશનમાં ગેરકાયદે પ્રવુત્તી બાબતે રૂ.4.85 લાખનો દંડ ફટકારાયો છે. ભાયાવદરમાં 2 વીજ કનેકશન કટ કરાયા છે અને બે હદપારીના કેસ કરાયા છે.કોટડા સાંગાણીમાં વીજ કનેશન કટ કરાયું છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદે પ્રવૃતિ આચરનાર શખ્સો વિરુઘ્ધ કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.

પાસા, હદપારીના 15, દારૂના 93 કેસ: ગુંડા તત્ત્વોના ગેરકાયદે દબાણો દૂર કરવા કાર્યવાહી

જિલ્લા પોલીસે વારવાંર ગુનાઓ આચરતા જિલ્લના 23 પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના 340 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. પોલીસે આવા ગુનેગારો ઉપરો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પૌકી માથાભારે અને અસામાજિક પ્રવૃતિ સાથે સંકાયેલા 3 શખ્સો વિરૂદ્ધ પાસા અને 12 વિરૂદ્ધ હદપારીની દરખાસ્ત કરવામાં આવી છે. તેમજ પ્રોહિબિશના 93 કેસ કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લામાં ગુનેગારો દ્વારા કરાયેલા ગેરકાયેદસર બાંધકામ અને દબાણ દુર કરવા જે તે વિભાગો સાથે સંકલનમાં રહી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા સતત પેટ્રોલિંગ કરી અસામાજિક પ્રવૃતિ કરતા મળી આવેલા શખ્સો વિરૂદ્ધ 21 કેસ તેમન એમવીએકટ હેઠળ 7 કેસો જુગારના 6 અને એનડીપીએસનો એક કેસ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *