ગુજરાતના સાંસ્કૃતિક વારસા, આર્થિક વિકાસ, આધુનિક પડકારોને પહોંચી વળવા સ્ત્રીઓએ સ્વીકારેલી જવાબદારીઓ
વિવિધ જ્ઞાતિ અને ધર્મની 1360 મહિલાઓ પર મનોવિજ્ઞાન ભવન દ્વારા કરાયેલા સરવેમાં દેખાઇ કટીબધ્ધતા
ગુજરાતની સામાજિક અને માનસિક સ્થિતિ વિવિધ પાસાઓથી પ્રભાવિત છે, જે રાજ્યના સાંસ્કૃતિક વારસા, આર્થિક વિકાસ અને આધુનિક સામાજિક પડકારોને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમાં વિકાસ અને પરિવર્તનની સાથે, કેટલાક સામાજિક તણાવો અને માનસિક પડકારો પણ ઉભા થયા છે. પરંતુ ધીમે ધીમે સરકાર અને વિવિધ સામાજિક સંગઠનોએ માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓને વધુ મહત્વ આપવાનું શરૂૂ કર્યું છે અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓને સુલભ બનાવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભારતીય પરંપરામાં સ્ત્રીઓનું મહત્વ ખૂબ જ ઊંડું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને આદર, પૂજા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. વિવિધ ધાર્મિક, દાર્શનિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. સમાજમાં સ્ત્રીઓનું મહત્વ વિષે મનોવિજ્ઞાન ભવનની પીએચડીની વિદ્યાર્થીની ગોન્દાલીયા હર્ષાએ ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં અભ્યાસ કરેલ. આ અભ્યાસમાં ગુજરાતમાં વસતા વિવિધ જ્ઞાતિ અને ધર્મની 1360 મહિલાઓ પાસેથી માહિતી લેવામાં આવેલ.
હાલના સમયમાં સ્ત્રીઓની સામાજિક સ્થિતિ કેવી છે ? તેના જવાબમાં 76% સ્ત્રીઓએ ખુબ સારી એવું કહેલ. ગુજરાતમાં જાતિવાદ સામે ઘણા સુધારા થયા હોવા છતાં, સમાજમાં જાતિ ભેદભાવના કેટલાક ઉદાહરણો હજુ પણ જોવા મળે છે એવું તમે માનો છો ? તેના જવાબમાં 9.27% કહ્યું કે હજુ જાતિવાદ થાય છે જયારે 90.73% મહિલાઓએ જણાવ્યું કે જાતિવાદ સામે સુધારા થયા હોવાથી હવે એવા ઉદાહરણો બનતા નથી.છેલ્લા કેટલાક દાયકાઓમાં મહિલાઓની સ્થિતિમાં સુધારો થયો છે એવું તમને લાગે છે ? 97.20% મહિલાઓએ જણાવ્યું કે હા ખુબ સરસ સુધારો થયો છે.ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને રોજગારમાં પડકારોનો સામનો કરવો પડે છે એવું તમને લાગે છે ? 81% મહિલાઓએ જણાવ્યું કે આધુનિક ફાસ્ટ યુગમાં હવે એવું રહ્યું નથી જયારે 9% એ જણાવ્યું કે મહદઅંશે હજુ સામનો કરવો પડે છે.
શહેરીકરણ ને કારણે સમાજમાં સ્ત્રીઓને ફાયદો થઇ રહ્યો છે ? 77% મહિલાઓએ હા કહ્યું. 96% મહિલાઓએ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ બદલાઈને વધુ સારી થઇ રહી છે એવું જણાવેલ. 76% સ્ત્રીઓએ જણાવ્યું કે વધુ પડતી સ્પર્ધા, કૌટુંબિક દબાણ અને જીવનની ઝડપી ગતિને કારણે તણાવ અને હતાશા વધી રહી છે.94% મહિલાઓએ જણાવ્યું કે ભારતીય સમાજમાં મહિલાઓની ભૂમિકા કૌટુંબિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. 63.20% મહિલાઓએ જણાવ્યું કે ભારતીય પરંપરામાં સ્ત્રીનું આદર્શ સ્થાન આજે પણ સમાજના વિવિધ પાસાઓમાં પણ દેખાય છે. 72.27% મહિલાઓએ જણાવ્યું કે આજે પણ સ્ત્રીને સંસ્કૃતિ અને પરંપરાઓના વાહક તરીકે જોવામાં આવે છે. તે આવનારી પેઢીને મૂલ્યોનું શિક્ષણ આપે છે અને સમાજમાં મૂલ્યો જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.54.10% સ્ત્રીઓએ જણાવ્યું કે ભારતીય સમાજમાં સ્ત્રીની સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને પારિવારિક ભૂમિકા માત્ર મહત્વપૂર્ણ રહી નથી, પરંતુ તેણીનું સન્માન અને પૂજા પણ કરવામાં આવે છે.67% મહિલાઓએ જણાવ્યું કે ભારતીય સમાજમાં મહિલાઓનું સ્થાન ક્યારેય ઘટ્યું નથી, અને તેઓ જીવનના દરેક પાસામાં એક અનોખો આદર ભોગવે છે.
1. શિક્ષણ અને તાલીમ માટે સહાય: આ યોજના હેઠળ, છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજનામાં શિષ્યવૃત્તિ અને પુરસ્કારોની વ્યવસ્થા છે, જે છોકરીઓને શિક્ષણ પ્રાપ્તિ માટે પ્રોત્સાહિત કરે છે. મહિલા અને બાળક વિકાસ યોજના આ યોજનામાં મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ છે.
2. આર્થિક સહાય અને સહકાર ગુજરાત સરકારે આ યોજનાનો અમલ કર્યો છે, જેમાં મહિલાઓ એકતા સાથે જાતે ધંધો શરૂૂ કરી શકે છે. આ માટે સરળ લોન અને નાણાકીય મદદ ઉપલબ્ધ છે.મહિલાઓને ઉદ્યોગ/ધંધા શરૂૂ કરવા માટે સસ્તી દર પર લોન આપવામાં આવે છે.
3. આરોગ્ય અને ભવિષ્યની સુવિધાઓ મહિલા આરોગ્ય યોજના આ યોજનાનો ઉદ્દેશ્ય સ્ત્રીઓના આરોગ્યને મજબૂત બનાવવાનો છે. ગર્ભાવસ્થામાં મહિલાઓ માટે ચિંતાને ઘટાડવા માટે આરોગ્ય સેવાઓ અને નિદાન ઉપલબ્ધ છે.ગર્ભાવસ્થા તથા જનન-સંભાળ યોજના મહિલાઓને ગર્ભાવસ્થામાં આરોગ્ય, સીઝર અથવા વિદાય સંબંધિત આરોગ્ય સેવા મળે છે.
4. કાનૂની સહાય મહિલા બચાવ અને સુરક્ષા યોજના આ યોજના હેઠળ, મહિલા સુરક્ષાને માટે પોલીસ અને કાનૂની માર્ગદર્શન પ્રદાન કરવામાં આવે છે, જેમ કે મેડિકલ તપાસ, કાનૂની મદદ, અને પીડિત મહિલાઓ માટે રાહતની પ્રક્રિયા. મહિલા સમિતિ દરેક જિલ્લામાં મહિલાઓ માટે સમિતિઓ સ્થાપિત કરવામાં આવી છે જે કાનૂની, આર્થિક અને સામાજિક પ્રશ્નો માટે માર્ગદર્શન આપે છે.
5. મહિલા મંચ અને નેતૃત્વ મહિલા સશક્તિકરણ મંચ મહિલાઓને સમાજમાં આગળ વધવા, તેમનો મત દરેક ક્ષેત્રમાં નોંધાવવાનો અને તેમની અવાજ ઊંચી કરવાની તક મળે છે. ગાયુક અને નાગરિક સેવાઓમાં મહિલાઓની ભાગીદારી માટે નેતૃત્વ માટે ટ્રેનિંગ ઉપલબ્ધ છે. આ સિવાય, ગુજરાત સરકારના વિવિધ અન્ય યોગદાન અને યોજનાઓ મહિલાઓ માટે વિશિષ્ટ લાભ આપતી રહે છે, જે તેમને આર્થિક, સામાજિક, અને સાંસ્કૃતિક રીતે સશક્ત બનાવતી છે.
