કાલાવડમાં ઇલેક્ટ્રિક તારમાં ફસાયેલી પતંગ લેવા જતા સગીરનું વીજશોકથી મોત

કુવાડવામાં વીજ પોલ પર કામ કરતા આધેડને કરંટ લાગતા સારવારમાં ખસેડાયા કાલાવડમા આવેલા કુંભનાથ પરામા રહેતો 16 વર્ષનો સગીર ફુલકુડી નદી પાસે પતંગ ચગાવતો હતો…

કુવાડવામાં વીજ પોલ પર કામ કરતા આધેડને કરંટ લાગતા સારવારમાં ખસેડાયા

કાલાવડમા આવેલા કુંભનાથ પરામા રહેતો 16 વર્ષનો સગીર ફુલકુડી નદી પાસે પતંગ ચગાવતો હતો તે દમ્યાન પતંગ વીજ તારમા ફસાઇ ગઇ હતી ફસાયેલી પતંગ કાઢવા જતા સગીરને વીજ શોક લાગતા મોત નીપજયુ હતુ. સગીરનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વીગત મુજબ કાલાવડમા આવેલા કુંભનાથ પરામા રહેતો અહેમદ ઇન્દ્રીશભાઇ સોલંકી નામનો 16 વર્ષનો સગીર ફુલકુડી નદી પાસે પતંગ ચગાવતો હતો તે દમ્યાન પતંગ વીજ તારમા ફસાઇ ગઇ હતી. અહેમદ સોલંકી ફસાયેલી પતંગ કાઢતો હતો તે દરમ્યાન વીજ શોક લાગતા બેભાન હાલતમા ઢળી પડયો હતો. સગીરને તાત્કાલીક સારવાર માટે કાલાવાડ બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો . જયા સગીરની સારવાર કારગત નિવડે તે પુર્વે જ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો પ્રાથમીક તપાસમા મૃતક સગીર બે ભાઇ એક બહેનમા વચેટ હતો.

આ ઉપરાંત બીજા બનાવમા રાજકોટનાં કુવાડવામા રહેતા મનહરભાઇ સોમાભાઇ પટેલ નામનાં પ0 વર્ષનાં આધેડ કુવાડવામા આવેલા હરીઓમ ચોકમા વીજ પોલ પર ચડી કામ કરતા હતા ત્યારે વીજ શોક લાગતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. ઉ5રોકત બને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *