ધ્રોલના વાંકિયા ગામની સીમમાંથી ખનિજ ચોરી ઝડપાઈ

2 JCB અને 7 ટ્રેક્ટર સહિત રૂ.1 કરોડનો મુદ્દામાલ જપ્ત જામનગરના ધ્રોલ તાલુકાના વાંકિયા પંથકમાં ખનીજ ચોરીનું મોટું કારસ્તાન ઝડપાયું છે. વાંકિયા ગામની સીમ વિસ્તારમાં…

2 JCB અને 7 ટ્રેક્ટર સહિત રૂ.1 કરોડનો મુદ્દામાલ જપ્ત

જામનગરના ધ્રોલ તાલુકાના વાંકિયા પંથકમાં ખનીજ ચોરીનું મોટું કારસ્તાન ઝડપાયું છે. વાંકિયા ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હોવાની ગુપ્ત બાતમીના આધારે ખાણ અને ખનીજ વિભાગની ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓનું નેટવર્ક ઝડપી પડતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી 2 ઉંઈઇ મશીનો અને 7 ટ્રેક્ટરો સહિતનું સાધનસામગ્રી ઝડપી પાડી હતી.

ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને સાધનો સાથે કુલ અંદાજે એક કરોડ રૂૂપિયાનો મુદામાલ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી આ વિસ્તારમાં બિનકાયદેસર માટી ચોરી ચાલી રહી હતી, પરંતુ તાજેતરની આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ખાણ અને ખનીજ વિભાગ દ્વારા સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ વધુ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. પ્રશાસન દ્વારા ખનીજ ચોરી સામે કડક વલણ અપનાવવામાં આવતાં આવા ગેરકાયદેસર ધંધાઓ પર અંકુશ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *