ધોરાજીમાં ગેરકાયદેસર ખનિજ ખનન અને પરિવહન કરનારા તત્વો સામે મામલતદાર તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. મામલતદાર અને તેમની કચેરીનો સ્ટાફ ફરેણી ગામ તરફ પેટ્રોલીંગમાં હતો, તે સમયે ફરેણી રોડ પર આવેલી ખનીજ ચોરી ઝડપાઇ હતી. તંત્રએ મામાદેવ મંદિર નજીક તળાવમાંથી ગેરકાયદેસર રીતે મોરમ અને માટીનું ખનન કરતા એક જેસીબી મશીન તથા ટ્રેક્ટરને રંગેહાથ ઝડપી લઈને સીઝ કર્યા હતા. આ તમામ વાહનો અને ખનિજ સહિત કુલ 19,10,000 રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તંત્રની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તળાવમાંથી મોરમ માટીનું ગેરકાયદે ખનન કરી રહેલા તત્વો પાસે કોઈ પણ પ્રકારના રોયલ્ટી પાસ, જરૂૂરી દસ્તાવેજો કે આધાર પુરાવા નહોતા. સરકારી નિયમો મુજબ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર જ આ કિંમતી ખનિજની ચોરી કરવામાં આવી રહી હતી. તંત્રએ તમામ દસ્તાવેજોની ગેરહાજરીના પગલે સ્થળ પર જ વાહનો ડિટેઈન કર્યા હતા.
મામલતદાર કચેરીનો સ્ટાફ જ્યારે ફરેણી વિસ્તારમાં રૂૂટિન પેટ્રોલીંગમાં હતો, ત્યારે મામાદેવ મંદિર નજીક આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તંત્રના અધિકારીઓએ જાતે જ નિહાળી હતી. ઓફિસરોએ વિલંબ કર્યા વગર ત્વરિત એક્શન લઈને સ્થળ પર જ દરોડો પાડ્યો હતો, જેના કારણે ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
