ભાયાવદરના સેવત્રા ગામ કેરાળા રોડ ઉપર રહેતા પરપ્રાંતીય યુવક ને ગામમાં રહેવું હોય તો 2000 રૂૂપિયા આપવા પડશે તેવું કહી બે શખ્સોએ ખંડણી માંગી ગામ માંથી હિજરત કરવાની ધમકી આપી હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ભાયાવદના સેવત્રા ગામ કેરાળા રોડ ઝુંપડામાં રહેતા મુળ ગામ ગલતી તા.રાણાપુર જી.જાબુઆ સ્ટેટ એમ.પીના કમાભાઈ શોભાભાઈ મેડાએ કરેલી ફરિયાદમાં આરોપી તરીકે સેવંત્રાના અશોકભાઇ ડાંગર આહિર કાળુભાઇ ડાંગર આહિર તથા બે અજાણ્યા માણસોના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ તે છેલ્લા દોઢેક મહિનાથી સેવત્રા ગામ કેરાળા રોડ ઝુંપડામાં રહે છે અને રાજકોટના વિશ્વજીતસિંહ જાડેજા સાથે કંટ્રકશનમાં દોઢ મહીનાથી મજુરી કામ કરૂૂ છુ અને હાલે સેવંત્રા ગામે રોડનું કામ વિશ્વજીતસિંહએ રાખેલ છે તેમાં મજુરી કામ કરૂૂ છુ.
સેવંત્રાના અશોકભાઇ ડાંગર આહિર કાળુભાઇ ડાંગર આહિર તથા બે અજાણ્યા માણસોના પણ મજુરી કામ કરતા હોય ગઇકાલ તા.22/02/2026 સાંજના સાત-આઠ વાગ્યાની આસપાસ તે સેવંત્રા ગામે અમારા ઝુંપડા પર હાજર હતા ત્યારે સેવંત્રા ગામના અશોકભાઈ ડાંગર આહિર તથા કાળુભાઈ ડાંગર (આહિર) મારી પાસે આવેલ અને અશોકભાઈએ કહેલ કે આ ખોદકામ કરેલ છે ત્યાથી માટી ખેંચી લ્યો અને હું કહુ ત્યા પાણીની પાઇપ લાઇન મારા માટે નાખી દો તેમ કહેતા મે તેને કહેલ કે અમારા શેઠ કહે તો કરી દઈએ ત્યારે આ બંન્ને વ્યકતી અમો છેલ્લા દોઢેક મહીનાથી સેવંત્રા ગામે રહેતા હોઇ અને આ અશોકભાઈના મકાન પાસેજ રોડનું કામ ચાલુ હોઇ જેથી તેઓ અમા રી પાસે આવતા જતા હોઈ જેથી અમો અનુ.જન જાતીના હોવાનું જાણતા હોવા છતા આ બન્ને અમોને ભુંડા બોલી ગાળો આપવા લાગતા મે તેઓને ગાળો આપવાની ના પાડતા આ બન્ને વ્યકતીએ અમોને ઢીકાપાટુનો માર મારેલ હતો અને અ મોને મારી નાખવાની ધમકી આપેલ અને કહેલ કે જો તારે અમારા ગામમાં કામ કરવું હોઇ તો અઠવાડીયે 2000 હજાર રૂૂપિયા આપવા પડશે નહિતર જીવતો નહિ રહો અને અને પૈસા નહિ આપો તો ગામ બધા આ ગામ છોડીને જતા રહો તેમ કહી જતા રહેલ હતા જેથી અમોએ અમારા શેઠ વિશ્વજીતસિંહ ને ફોન કરીને વાત કરેલ હતી બાદમાં ઝુંપડે મારા ભાઇ તથા પત્ની આવતા તેને પણ વાત કરેલ હતી અશો કભાઇ ડાંગરના ઘર પાસે રોડ ઉપર કામ ચાલુ છે.
ત્યા હતો ત્યારે અશોકભાઇ ડાંગર તથા કાળુભાઇ ડાંગર તથા બીજા બે અજાણ્યા માણસો આવેલ અને આ અશોકભાઈએ તેની વાડીમાં પાણીની લાઇનનું કામ ચાલુ હોઇ તે માટી ખેંચી લેવા કહે લ જેથી મે કહેલ કે મારા શેઠે બીજાનું કામ કરવાની ના પાડેલ છે જેથી આ ચારેય વ્યકતીઓએ અમોને ગાળા ગાળી કરેલ બાદમાં જતા રહેલ બાદમાં અમોએ ગઇકાલ અમારા શેઠને મારી પાસે મને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી પૈ સા કઢાવવાની કોશીષ કરેલ હોઇ તેની વાત કરી બોલાવેલ હોઇ જેથી અમારા શેઠ વિશ્વજીતસિંહ તથા સુપરવાઇઝર મહિ પાલસિંહ જાડેજા બન્ને બપોરે બે વાગ્યાની આસપાસ આવેલ હતા ત્યારે આ ચારેય પાછા આવેલ હતા અને સુપરવાઇઝરસાથે બોલાચાલી કરેલ હતી અને સુપરવાઇઝર મહિપાલસિંહને ઢીકાપાટ્ટુનો માર મારીને જતા રહેલ હતા અને જતા જતા મને કહેલ કે અઠવાડીયે રૂૂ.2000 આપવા પડશે નહિતર આજે સાંજ થાય ત્યા તારૂૂ ઝુંપડુ ઉપાડી લેજે અને ગામ છોડીને જતો રહેજો નહિતર જીવતો રેવા દેશુ નહિ આ મામલે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી.
