રાજકોટના શાપર-વેરાવળમાં ગ્રામ્ય એસઓજીએ 1 કિલો ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સને ઝડપી લઇ રૂૂ.14 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તપાસમાં આ ગાંજાનો જથ્થો રાજકોટના જંગલેશ્વર માંથી લાવ્યાનું કબુલ્યું હતું.
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદકનું વેચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ.પારગી તથા પીએસઆઈ પી.બી. મિશ્રા સહીતનો સ્ટાફ સાથે શાપર(વે) વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસઓજીના શિવરાજભાઇ ખાચર, અનિરૂૂધ્ધસિંહ જાડેજા, નિમેષભાઇ મહેતા અને વિપુલભાઇ ગોહિલને મળેલ સંયુકત બાતમીને આધારે પડવલા જીઆઇડીસી ગૌરવ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ રોટેક ટેકનોકાસ્ટ કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ યુપીના બેહરઈના બાલાપુરના સંજયકુમાર ગીરવરપ્રસાદ પાંડેને કારખાનાની ઓરડીમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 1.486 કિલોગ્રામ જેની કિ.રૂૂ.14,860 સાથે ઝડપી પાડી પુછપરછ કરતા સંજયકુમાર પાંડેએ આ ગાંજાનો જથ્થો રાજકોટ જંગલેશ્વરમાંથી લાવતો હોવાની કબુલાત આપી હતી.
રૂૂરલ એસ.ઓ.જી.ના પી.આઈ એફ.એ.પારગી તથા પીએસઆઈ પી.બી. મિશ્રા સાથે હેડકોન્સ્ટેબલ શીવરાજભાઇ ખાચર, પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઇ વેગડ, મયુરભાઇ વિરડા, અનિરૂૂધ્ધસિંહ જાડેજા, નૈમીષભાઇ મહેતા, વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઇ કોઠીવાર, કલ્પેશભાઇ કોઠીવાર, હિમતસિંહ પાલ, વિપુલભાઇ ગોહિલ, રામદેવસિંહ ઝાલા તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા, નરશીભાઇ બાવળીયાએ કામગીરી કરી હતી.
