જામનગરમાં બાળકી સાથે અડપલા કરનાર આધેડ ગણતરીના કલાકોમાં ઝડપાયો

સીસીટીવી કેમેરા અને આરોપીના કપડાના વર્ણનના આધારે આરોપીને હાપા વિસ્તારમાંથી ઝડપી લીધો જામનગર શહેરમાં અપનાબજાર જેવા અતિ ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે, તેવું અધમ કૃત્ય…

સીસીટીવી કેમેરા અને આરોપીના કપડાના વર્ણનના આધારે આરોપીને હાપા વિસ્તારમાંથી ઝડપી લીધો

જામનગર શહેરમાં અપનાબજાર જેવા અતિ ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે, તેવું અધમ કૃત્ય કર્યું હોવાનો વિડીયો વાયરલ થયા બાદ સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ તૂરતજ હરકતમાં આવી ગયો હતો, અને જુદા જુદા સીસીટીવી કેમેરા ચકાસ્યા બાદ આરોપીને હાપા વિસ્તારમાંથી ઝડપી લીધો છે, અને તેની સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

કબૂતરી ટીશર્ટ અને ભગવા પોતળી પહેરેલો એક આઘેડ શખ્સ, કે જેણે એક ઓટલા પર બેસી ને રસ્તા પરથી પસાર થઈ રહેલી એક માસુમ બાળકી અને તેની સાથે રહેલા એક બાળકને રોકી ને સૌ પ્રથમ વાર્તાલાપ શરૂૂ કર્યો હતો, ત્યારબાદ ધીમે ધીમે બાળકીને પોતાની પાસે બોલાવીને માસૂમ બાળકીને બળજબરીપૂર્વક પોતાના ખોળામાં બેસાડી લીધી હતી. ત્યારબાદ બાળકી સાથે એકદમ ગંદી હરકત કરવા લાગ્યો હતો.

આ જોઈને બાળકીની સાથે આવેલો અન્ય એક બાળક ડઘાઈ ગયો હતો, અને તેણે બાળકીને ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મજબૂત પક્કડ જમાવી ને બાળકીને પોતાના ખોળામાં બેસાડીને ગંદી હરકતો કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે દેકારો થતાં માર્ગ પરથી પસાર થનારા અન્ય એક યુવકે આવીને આધેડ ના ખોળામાંથી બાળકીને ઉઠાવી લીધી હતી, અને દૂર મૂકી આવ્યો હતો. જે યુવાન પરત ફરે ત્યાં શેતાનના સ્વરૂૂપમાં બેઠેલો નરાધમ શખ્સ પોતાના થેલા વગેરે લઈને ત્યાંથી ચાલતી પકડી હતી.

જે સમગ્ર ઘટના પાસેજ લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, અને તે વિડિયો જામનગર શહેરમાં વાયરલ થઈ ગયો હતો. જે નરાધમ શખ્સને શોધી કાઢવા માટે જામનગર જિલ્લાના એસ.પી. ડો. રવિ મોહન સૈનિ દ્વારા કડક સુચના આપવામાં આવી હતી, અને શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડા અને તેઓની ટીમ તુરતજ હરકતમાં આવી ગઈ હતી, અને શહેરના જુદા જુદા કેમેરાઓ ચકાસ્યા હતા, જેના આધારે તપાસનો દોર હાપા રેલવે સ્ટેશન તરફ સુધી લંબાવ્યો હતોઝ અને ત્યાંથી કબુતરી કલરના ટીશર્ટ અને કેસરી કલરનું ધોતિયું તેમજ ખબ્બે થેલો વગેરે વર્ણન ના આધારે હાપા માર્કેટિંગ યાર્ડ નજીકના વિસ્તારમાંથી પ્રકાશદાન ઇશ્વરદાન દેવકા નામના 62 વર્ષ ના ઢગ્ગા ને ઝડપી લીધો હતો.

જેને સિટી એ. ડિવિઝન પોલીસ મથકે લઈ આવ્યા બાદ તેની ઘનિષ્ઠ પૂછપરછ હાઘ ધરી છે. જે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા -2023 ની કલમ 74,75-2 તેમજ પોકસો એકટ 8 ને 12 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે, જે આરોપી સામે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જે કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *