પાટડીમાં પત્ની સાથે આડા સંબંધમાં આધેડની હત્યા, પિતા-પુત્ર સહિત ત્રણ પકડાયા

પાટડીના બામણવા ગામે પત્ની સાથે આડાસંબંધના મનદુ:ખમાં પતિ પસા ચતુર ચાવડાએ પુત્ર અશ્વિન ચાવડા અને પવન ઈશ્વર રાઠોડ સાથે મળી 55 વર્ષીય ઠાકોર વીરજી ભાથીની…

પાટડીના બામણવા ગામે પત્ની સાથે આડાસંબંધના મનદુ:ખમાં પતિ પસા ચતુર ચાવડાએ પુત્ર અશ્વિન ચાવડા અને પવન ઈશ્વર રાઠોડ સાથે મળી 55 વર્ષીય ઠાકોર વીરજી ભાથીની હત્યા કરી હતી.
વીરજી શનિવારે રાત્રે જમીને ખેતરે સુવા જતા હતા. તે દરમિયાન રસ્તામાં તીક્ષ્ણ હથિયારોથી તેમના પર હુમલો કરાયો હતો. સવારે લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળતા પોલીસને જાણ કરાઈ હતી. પાટડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી, ગુનો નોંધી મૃતદેહ પોસ્ટમોર્ટમ મોકલ્યો હતો.
ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તપાસ શરૂૂ કરાઈ હતી. તપાસમાં હત્યાનું કારણ પત્ની સાથેના આડાસંબંધનું મનદુ:ખ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓ પસા ચાવડા, અશ્વિન ચાવડા અને પવન રાઠોડને ઝડપી કોર્ટમાં રજૂ કર્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *