જસદણના ભાડલા ગામે રહેતા આધેડ પોતાનું બાઈક લઈને ભાડલા ગામે બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક ગાય આડી ઉતરતા ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં ઘવાયેલા આધેડનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના ભાડલા ગામે રહેતા વિજયભાઈ ભનાલાલ જોલાપરા નામના 56 વર્ષના આધેડ બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને ભાડલા બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તામાં ગાય આડી ઉતરતા વિજયભાઈ જોલાપરાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આધેડનુ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં ત્રણ ભાઈમાં નાના અને અપરિણીત હતા. હોવાનું જાણવા મળ્યું છે આ અંગે ભાડલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
