માંડા ડુંગર પાસેનો બનાવ: એક મહિનાની સારવાર કારગત ન નીવડી
શહેરના આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગરમાં ઇંટોના ભઠ્ઠામાં દિવાલ પડતા ઘવાયેલા આધેડે સારવારમાં દમ તોડી દેતા તેનુ મોત નીપજ્યુ હતું એક મહિના પૂર્વ બંનેલી ઘટનામાં સારવાર કારગત ન નીવડતા આધેડના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ માંડા ડુંગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ લવાભાઇ કાનપરા (ઉ.વ.45) ગત તા.1/9ના સવારે માંડા ડુંગરમાં ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા હતા ત્યારે અચાનક ભઠ્ઠાની દિવાલ પડતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયા એક મહિનાની સારવાર બાદ હોસ્પિટલના બીછાને તેનુ મોત નીપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં ભરતભાઇ ત્રણ ભાઇ ચાર બહેનમાં નાના અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
