કાગદડી પાસે આધેડનું તળાવમાં ડૂબી જતા મોત

મોરબી રોડ પર કાગદડી ગામે ખોડીયાર આશ્રમની બાજુમાં આવેલા તળાવમાંથી આધેડનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતક આધેડના વાલી વારસની શોધખોળ હાથ…

મોરબી રોડ પર કાગદડી ગામે ખોડીયાર આશ્રમની બાજુમાં આવેલા તળાવમાંથી આધેડનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતક આધેડના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર કાગદડી ગામે ખોડીયાર આશ્રમની બાજુમાં આવેલા તળાવમાં અજાણયા આધેડનો મૃતદેહ તરતો હોવાની ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અજાણયા આધેડના મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક આધેડના જમણા હાથમાં દીલ અને શ્રી રામ ત્રોફાવેલુ છે. પોલીસે મૃતક આધેડના વાલી વારસની શોધખોળ હાથ ધરી બનાવ આપઘાતનો કે અકસ્માતનો તે જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *