ભાવનગરમાં પત્ની, પુત્ર અને પુત્રીની હત્યાનો આરોપી જેલ હવાલે

ભાવનગર પંથકમાં ભારે ચકચાર મચાવનારી ઘટનામાં ભાવનગર શહેરના તળાજા રોડ કાચના મંદિરની સામે આવેલ ફોરેસ્ટ કોલોની માં રહેતા અને ભાવનગર શહેરના ફોરેસ્ટ વિભાગમાં એસ.ઈ.એફ. તરીકે…

ભાવનગર પંથકમાં ભારે ચકચાર મચાવનારી ઘટનામાં ભાવનગર શહેરના તળાજા રોડ કાચના મંદિરની સામે આવેલ ફોરેસ્ટ કોલોની માં રહેતા અને ભાવનગર શહેરના ફોરેસ્ટ વિભાગમાં એસ.ઈ.એફ. તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા નામના શખ્સે થોડા દિવસ પુર્વે તેમના ધર્મપત્નિ નયનાબેન ઉ.વ.40, પુત્ર ભવ્ય ઉ.વ.9, પુત્રી પ્રુથા ઉ.વ.13 સહિતના પરિવારજનોની ઠંડે કલેજે હત્યા કરનારો આરોપી શૈલેષ ખાંભલા ને થોડા દિવસ પુર્વે પોલીસે ઝડપી લઈ અત્રેની અદાલતમાં રજુ કરી આરોપીના 7 દિવસના રીમાન્ડ માંગ્યા હતા અદાલતે આ રીમાન્ડ મંજુર કરતા તેમજ આજરોજ તા. 25/11/2025 ના રોજ રીમાન્ડની મુદ્દત પુર્ણ થતા પોલીસે રજુ કરતા હાલ પુરતી વધુ રીમાન્ડની માંગણી નહી કરાતા આજે મંગળવારે બપોરે 3 કલાકે આરોપીને ભાવનગરના એડી. સીવીલ જજ અને જે.એમ.એફ.સી. કોર્ટના જજ મગનાણી ની અદાલતમાં રજુ કરતા અદાલતે આરોપી શૈલેષ ખાંભલાને જેલહવાલે કરવાનો હુકમ કરતા પોલીસે આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેલ હવાલે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *