Connect with us

રાષ્ટ્રીય

અનામતથી IAS બનવાના ખેલનો પર્દાફાશ કરતા મેન્ટર વિકાસ દિવ્યકીર્તિ

Published

on

સરકારી નોકરી મેળવવા દરેક યુવા આતુર હોય છે. ખાસ કરીને જ્યારે IAS, IPS, IRS અને IFSના પદની વાત કરીએ તો યુવાઓ વર્ષો સુધી તેના માટે તૈયારીઓ કરતા હોય છે. યુપીએસસીની તૈયારી કરવા માટે લોકો અનેક વર્ષો સુધી સંઘર્ષ અને મહેનત કરતા હોય છે. પંરતુ તેમાંથી કેટલાક જ નસીબ બળવાન નીકળે છે. પરંતુ તેમાં કેટલાક એવા છે જે દાવપેચ કરીને ઈંઅજ બની જાય છે.

મહારાષ્ટ્ર કેડરની આઈએએસ પૂજા ખેડકર આજકાલ ચર્ચામાં છે. તપાસ બાદ માલૂમ પડ્યુંક ે, પૂજાએ આરક્ષણનો ખોટો ફાયદો ઉઠાવીને યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી.
પૂજા ખેડકરે ઓબીસી-એનસીએલ અને દિવ્યાંગ કેટેગરી અંતર્ગત યુપીએસસી પરીક્ષા આપી હતી. તેનો મામલો સામે આવ્યા બાદ અનેક અધિકારીઓ પણ આ કેસમાં તપાસમાં લાગી ગયા છે. યુપીએસસીમાં આરક્ષણનો ખેલ કેવી રીતે રમાય છે, તેના પર મેન્ટર વિકાસ દિવ્યકીર્તિએ હકીકત જણાવી છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, કેવી રીતે યુપીએસસી કેન્ડિડેટ્સ સરકારી નીતિઓની ધજ્જિયા ઉડાવે છે, હાલ તેમનો આ ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે.તેમણે અનેક ઉદાહરણ આપીને સમજાવ્યું કે, કેવી રીતે ઓબીસી અને ઈડબલ્યુએસ આરક્ષણ નીતિઓની ખામીઓનો ખોટો ફાયદો ઉઠાવીને લોકો યુપીએસસી ક્રેક કરી રહ્યાં છે.

વિકાસ દિવ્યકીર્તિ દ્વારા વર્ણવેલ રમત આશ્ચર્યજનક છે. વાસ્તવમાં, નિયમો અનુસાર, 8 લાખ રૂૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોને સામાન્ય શ્રેણી ગણવામાં આવે છે. પરંતુ ગ્રુપ સી અને ડીમાં કામ કરતા માતા-પિતા માટે 8 લાખ રૂૂપિયાની કોઈ જવાબદારી નથી. જો તેમની આવક આનાથી વધુ હોય તો પણ તેઓ અનામત માટે લાયક ગણાય છે.UPSCની અનામત નીતિમાં એક ખામી એ પણ છે કે તેમાં OBC ઉમેદવારોની આવક ગણાતી નથી. તે મહિને 50 હજાર રૂૂપિયા કમાય કે 50 લાખ રૂૂપિયા કમાય તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તેના માતા-પિતા ઓબીસીની શ્રેણીમાં આવે છે તો તેને અનામતનો લાભ મળશે.


દિવ્યકીર્તિએ એક ઉદાહરણ આપીને આ વાત સમજાવી. તેણે કહ્યું કે ધારો કે મારા પિતા ઈંઅજ અધિકારી છે અને હવે તેમની નિવૃત્તિમાં માત્ર બે વર્ષ બાકી છે. હું OBC છું, પરંતુ મારા પિતા વર્ગ-1 ની નોકરી કરે છે, તેથી મને OBC અનામતનો લાભ નહીં મળે. હવે ઈંઅજ બનવા માટે મેં મારા પિતાને કહ્યું કે હું જનરલ નહીં બની શકું, મારે OBC બનવું છે, તમે મને સપોર્ટ કરો. તમે રાજીનામું આપો. હવે આ મર્યાદા મને લાગુ પડતી નથી કારણ કે મારા પિતા ગ્રુપ 1ની નોકરીમાં છે.


EWS આરક્ષણ દ્વારા IAS અથવા IPS અધિકારી પણ બની શકે છે. જેઓ ઊઠજ કેટેગરી હેઠળUPSC પરીક્ષા આપે છે તેમના માટેનો નિયમ એ છે કે તેમના સમગ્ર પરિવારની આવક ગણાય છે, પરંતુ માત્ર છેલ્લા વર્ષ માટે. ઉમેદવારની આવકની ગણતરી કરવા માટે પણ કોઈ માપદંડ નથી.

UPSC ની આરક્ષણ નીતિ

  1. UPSC નિયમો મુજબ, OBC ક્રીમી લેયર ઉમેદવારો (માતાપિતાની વાર્ષિક આવક રૂૂ 8 લાખથી વધુ) સામાન્ય શ્રેણીના ઉમેદવારો તરીકે ગણવામાં આવે છે. 2. આ સિવાય જે ઉમેદવારોનાં માતા કે પિતા પ્રથમ વર્ગની નોકરીમાં છે તેમને OBC ક્રીમી લેયરમાં મૂકવામાં આવ્યા છે. 3. જો માતા-પિતા બંને ગ્રુપ ઇમાં હોય તો પણ તેઓને સામાન્ય ગણવામાં આવશે. જો કે, ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં આવતા લોકોને OBC ગણવામાં આવે છે, પછી ભલે તેમની આવક 8 લાખ રૂૂપિયાથી વધુ હોય. 4. UPSC આરક્ષણ નીતિમાં કૃષિમાંથી થતી આવકનો સમાવેશ થતો નથી. તેથી, ઘણા સરકારી કર્મચારીઓ ખેતીમાંથી આવક મેળવે છે.

રાષ્ટ્રીય

WHOની ચેતવણીની ઐસીતૈસી, ભારતીયો બેફામ ઝાપટે છે સફેદ ઝેર

Published

on

By

શહેરમાં બેમાંથી એક વ્યક્તિ દર અઠવાડીયે મીઠાઇ-પેકેજ્ડ બેકરી પ્રોડક્ટ્સ-ચોકલેટ આરોગી જાય છે

WHOએ થોડા દિવસો પહેલા એક રિપોર્ટ જારી કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ખાંડ હોય કે મીઠું, તેમાં માઈક્રોપ્લાસ્ટિક હોય છે. આપણે તેનું વધારે સેવન ન કરવું જોઈએ કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પરંતુ તાજેતરમાં ભારતીયો વિશે એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીયો ઘણી વધારે ખાંડ ખાય છે અને તેમની મીઠાઈ ખાવાની આદત દિવસેને દિવસે વધી રહી છે. તેમાં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી.


તાજેતરમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું કે શહેરમાં રહેતા લોકોમાં 2 માંથી 1 ગ્રાહક દર અઠવાડિયે મીઠાઈ, પેકેજ્ડ બેકરી પ્રોડક્ટ્સ, ચોકલેટ, બિસ્કિટ ખાય છે. એટલું જ નહીં, મહિનામાં કેટલીય વાર પરંપરાગત મીઠાઈ ખાતા શહેરી ભારતીય પરિવારોનું પ્રમાણ 2023માં 41%થી વધીને 2024માં 51% થઈ ગયું છે. 56% શહેરી ભારતીય પરિવારો મહિનામાં 3 કે તેથી વધુ વખત કેક, બિસ્કિટ, આઈસક્રીમ, શેક, ચોકલેટ, કેન્ડી વગેરે ખાય છે.


18% ભારતીયો એવા છે જે દરરોજ આ ખાય છે. તહેવારોની સીઝન જલદી જ શરૂૂ થવાની છે, આવા સમયે ઓછી ખાંડવાળા વેરિયન્ટ લાવનારા બ્રાન્ડની સ્થિતિ વધુ સારી થઈ શકે છે.ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ અનુસાર, જ્યારે ખાંડના વપરાશની વાત આવે છે, ત્યારે ભારતમાં તેમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે, જે દેશમાં દર વર્ષે વધતી માંગનો સંકેત છે. ડીએફપીડીએ કહ્યું છે કે ભારતમાં વાર્ષિક ખાંડનો વપરાશ લગભગ 290 લાખ (29 મિલિયન) ટન (કખઝ) સુધી પહોંચી ગયો છે. વર્ષ 2019-20થી ખાંડના વપરાશનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે, જ્યારે તે 28 મિલિયન મેટ્રિક ટનથી વધુ હતું. જ્યારે દેશમાં ખાંડનો કુલ વપરાશ વધી રહ્યો છે, ત્યારે ખાંડ મુક્ત ઉત્પાદનોની માંગને પૂરી કરતું બજાર પણ વધી રહ્યું છે, ખાસ કરીને ભારતીય મીઠાઈઓ અને આઈસક્રીમમાં ખાંડનો વપરાશ ઘણો વધ્યો છે. કેટલાક ખાંડ વગરના વેરિયન્ટ પણ બજારમાં લાવવામાં આવ્યા છે.


ઘણા ફૂડ આઇટમ બ્રાન્ડ્સ લોન્ચ કરવામાં આવ્યા છે જ્યાં ખજૂર, અંજીર અને ગોળની કુદરતી ખાંડનો ઉપયોગ મીઠાશ તરીકે કરવામાં આવે છે. જો કે, એક ક્ષેત્ર જેના પર મોટાભાગના બ્રાન્ડ્સે ધ્યાન આપ્યું નથી, તે છે તેમના નિયમિત ઉત્પાદનોનું ઓછી ખાંડવાળું સંસ્કરણ રજૂ કરવું. નવેમ્બર 2023માં લોકલસર્કલ્સ દ્વારા ભારતમાં મીઠાઈઓનું સેવન કેવી રીતે કરવામાં આવે છે તે વિષય પર કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ સેંકડો પોસ્ટ અને ટિપ્પણીઓ પ્રાપ્ત થયા બાદ, ગ્રાહકોએ લખ્યું કે કેવી રીતે પરંપરાગત મીઠાઈઓ, ચોકલેટ, કુકીઝ, બેકરી ઉત્પાદનો અને આઈસક્રીમ જેવા ઘણા ઉત્પાદનોમાં તેમને સતત ખાંડનું સ્તર અપેક્ષા કરતાં વધારે મળે છે.


ભોજન પછી કંઈક મીઠું ખાવું મોટાભાગના પરિવારોમાં અસામાન્ય વાત નથી, જ્યાં સુધી સ્વાસ્થ્યની સ્થિતિ તેની મંજૂરી ન આપે. સર્વેક્ષણમાં સૌ પ્રથમ ગ્રાહકોને પૂછવામાં આવ્યું, સામાન્ય રીતે તમે/તમારા પરિવારના સભ્યો દર મહિને કેટલી વાર પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાઓ છો? આ પ્રશ્ન પર 12,248 જવાબો મળ્યા, જેમાંથી માત્ર 10% એ જણાવ્યું કે તેઓ દરરોજ પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે. 6% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે દર મહિને 15 30 વખત; 8% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે નસ્ત્રમહિનામાં 8-15 વખત; 27% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે નસ્ત્રમહિનામાં 3-7 વખતસ્ત્રસ્ત્ર; અને 39% એ જણાવ્યું કે નસ્ત્રમહિનામાં 1-2 વખતસ્ત્રસ્ત્ર. માત્ર 4% ઉત્તરદાતાઓએ કહ્યું કે આ પ્રશ્ન લાગુ પડતો નથી કારણ કે તેઓ પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાતા નથી જ્યારે 6% ઉત્તરદાતાઓએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. ટૂંકમાં, 51% શહેરી ભારતીય પરિવારો મહિનામાં 3 કે તેથી વધુ વખત પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે.


51% શહેરી ભારતીય પરિવારો મહિનામાં 3 કે તેથી વધુ વખત પરંપરાગત ભારતીય મીઠાઈઓ ખાય છે. સર્વેક્ષણમાં એ વાત સામે આવી છે કે પરંપરાગત મીઠાઈઓનું સેવન કરતા શહેરી ભારતીય પરિવારોનું પ્રમાણ 2023માં 41%થી વધીને 2024માં 51% થઈ ગયું છે.

પરંપરાગત મીઠાઈઓનો વપરાશ પણ વધ્યો
લોકલસર્કલ્સે 2024માં મીઠાઈ વપરાશ પર એક સર્વે જારી કર્યો. આ સર્વેક્ષણ દ્વારા, પ્લેટફોર્મે એ સમજવાનો પ્રયાસ કર્યો કે શું ભારતીય ઘરોમાં ખાંડના વપરાશના પેટર્નમાં કોઈ ફેરફાર આવ્યો છે. જો હા, તો શું પરંપરાગત મીઠાઈઓથી ખાંડયુક્ત અન્ય ઉત્પાદનો તરફ કોઈ બદલાવ આવ્યો છે. તેણે સર્વેક્ષણ દ્વારા એ પણ સમજવાનો પ્રયાસ કર્યો કે ભારતીય ઘરેલુ ગ્રાહકો વચ્ચે ઓછી ખાંડવાળા ઉત્પાદનોની સ્વીકાર્યતા શું છે. સર્વેક્ષણને ભારતના 311 જિલ્લાઓમાં સ્થિત ઘરેલુ ગ્રાહકો પાસેથી 36,000થી વધુ પ્રતિક્રિયાઓ મળી. 61% ઉત્તરદાતાઓ પુરુષો હતા જ્યારે 39% ઉત્તરદાતાઓ મહિલાઓ હતી. 42% ઉત્તરદાતાઓ ટાયર 1, 29% ટાયર 2 અને 29% ઉત્તરદાતાઓ ટાયર 3 અને 4 જિલ્લાઓમાંથી હતા.

Continue Reading

રાષ્ટ્રીય

વંદે ભારતને લીલી ઝંડી આપતા સમયે ટ્રેક પર પડ્યા ધારાસભ્ય

Published

on

By

કાર્યકરો- અધિકારીઓએ દેકારો મચાવતા માંડ બચ્યા, ઇટાવા સ્ટેશનની ઘટના

ઈટાવામાં સોમવારે સાંજે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડવાના ચક્કરમાં ધારાસભ્ય સરિતા ભદૌરિયા ટ્રેનની આગળ જ રેલવે ટ્રેક પર પડી ગયાં. તેઓ રેલવે ટ્રેક પર પડતાં જ ભારે અફરાતફરી જોવા મળી. ટ્રેને પણ હોર્ન વગાડી દીધું હતું પરંતુ કાર્યકર્તાઓ અને અધિકારીઓએ દેકારો કરતા ટ્રેન આગળ વધી ન હતી અને ધારાસભ્ય માંડ માંડ બચ્યાં. ટ્રેન આગ્રાથી વારાણસી માટે જતી વખતે પહેલી વખત ઈટાવામાં રોકાઈ હતી.


અહીંથી ધારાસભ્ય સહિત તમામ જનપ્રતિનિધિ અને અધિકારી સ્ટેશન પર એકઠાં થયા હતા અને ટ્રેનના સ્વાગત કર્યા બાદ ટ્રેનને વારાણસી માટે રવાના કરાઈ હતી. ગગનભેદી નારાઓ સાથે ટ્રેનનું સ્વાગત કરાયું.
થોડી મિનિટ રોકાયા બાદ ટ્રેનને કાનપુર માટે રવાના થવાની હતી. એવામાં ત્યાંથી પણ જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ ટ્રેનને ગ્રીન સિગ્નલ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.


ટ્રેનની રવાનગીનો સમય થયો ત્યારે ધારાસભ્ય સરિતા ભદૌરિયા સહિત તમામ લોકો લીલી ઝંડી લઈને ટ્રેનની આગળ ઊભાં હતાં. ત્યારે ટ્રેન ચાલે તે પહેલાં જ અચાનક જ પાછળથી ધક્કો વાગતા ધારાસભ્ય સરિત ભદૌરિયા ટ્રેનની આગળ ટ્રેક પર પડી ગયાં હતાં. જેવાં જ તેઓ પડ્યા ત્યારે ટ્રેને પણ હોર્ન મારીને આગળ ચાલવાનો ઈશારો કર્યો. જો કે સદનસીબે ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને અધિકારીઓ ત્યાં ઊભા હતા અને એન્જિનના કાચ પર હાથ થપથપાવતા ગાડી ન ચલાવવાનો ઈશારો કર્યો. જે બાદ કેટલાંક લોકો રેલવે ટ્રેક પર કૂદી પડ્યાં અને ધારાસભ્યને પકડીને તેમણે ફરી પ્લેટફોર્મ પર ચઢાવ્યા, જે બાદ ટ્રેન રવાના થઈ હતી.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ભારતમાં મુસ્લિમો ઉપર અત્યાચાર, ઇરાનના સુપ્રીમ લીડરનો આરોપ

Published

on

By

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ સોમવારે (16 સપ્ટેમ્બર) ભારત પર મુસ્લિમો પર દમન કરવાનો આરોપ લગાવ્યો હતો. ખામેનીએ પયગંબર મોહમ્મદની જન્મજયંતિ નિમિત્તે વિશ્વભરના મુસ્લિમોને એક થવાનું આહ્વાન કરતા સંદેશમાં ભારત, ગાઝા અને મ્યાનમારમાં મુસ્લિમો પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.


X પરની તેમની પોસ્ટમાં આયાતુલ્લા અલી ખમેનીએ કહ્યું, ઇસ્લામના દુશ્મનોએ હંમેશા અમને ઇસ્લામિક ઉમ્મા તરીકેની અમારી સામાન્ય ઓળખથી ઉદાસીન બનાવવાનો પ્રયાસ કર્યો છે. જો આપણે મ્યાનમાર, ગાઝા, ભારત અથવા બીજે ક્યાંય પણ મુસ્લિમોનો સામનો કરી રહેલા વેદનાથી અજાણ હોઈએ તો આપણે આપણી જાતને મુસ્લિમ માની શકીએ નહીં.


હવે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનીના આ કથિત આરોપ પર ભારતની પ્રતિક્રિયા પણ આવી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ આરોપોનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે અને ખમેનીના નિવેદનની નિંદા કરી છે.


વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અમે ભારતમાં લઘુમતીઓ વિશે ઈરાનના સર્વોચ્ચ નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની સખત નિંદા કરીએ છીએ. આ ખોટી માહિતી પર આધારિત છે અને અસ્વીકાર્ય છે. લઘુમતીઓ પર ટિપ્પણી કરતા દેશોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અન્ય લોકો વિશે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા તેમના પોતાના રેકોર્ડ તપાસે.

Continue Reading
ગુજરાત3 mins ago

પોલીસે દેશી દારૂના ધંધાર્થીનો પીછો કરતાં ફિલ્મી દૃશ્યો સર્જાયા

ગુજરાત3 mins ago

ધોરાજીના વેપારીનો લાલપુર બાયપાસ પાસે ડમ્પર હેઠળ પડતું મૂકી આપઘાત

ગુજરાત6 mins ago

અલિયાબાડા પાસે નદીમાં નહાવા પડેલા બાળકનું પિતાની નજર સામે મોત

કચ્છ7 mins ago

કચ્છમાં ઇદના દિવસે બોલેરોના ચાલકે આઠ વર્ષના બાળકને કચડી નાખતાં મોત

ગુજરાત9 mins ago

જૂનાગઢમાં કાવાસાકી રોગે ફરી દેખા દીધી: છ વર્ષની માસૂમ બાળકીને લક્ષણો દેખાયા

ગુજરાત10 mins ago

નાઘેડીમાં આંખલો ભૂરાયો થયો: વૃદ્ધ પર ચડીને ફૂદકા માર્યા

ગુજરાત13 mins ago

નવાણિયા ગામે વાડીના શેઢેથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળ્યો

ગુજરાત13 mins ago

દ્વારકાના આરંભડામાં પત્નીની હત્યા કરી પતિનો આપઘાત

ગુજરાત16 mins ago

ઓખામંડળનો ઐતિહાસિક અને પારંપરિક મલ્લ કુસ્તી મેળાનું કાલે આયોજન

ગુજરાત20 mins ago

યાત્રાધામ દ્વારકાના વિકાસ માટે કમિટીની રચના કરતી રાજ્ય સરકાર

રાષ્ટ્રીય23 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય23 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત19 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય19 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

મનોરંજન18 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

Trending