જામનગરના યુવાનના જીએસટી નંબરનો દુરૂપયોગ કરી મહેતાજીએ આચર્યું કૌભાંડ

જામનગરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક માં રહેતા હિરેન મુકેશભાઈ હિરપરા નામના 27 વર્ષના યુવાને પોતાની પેઢીના જીએસટી નંબરનો દૂરઉપયોગ કરી ગેરકાયદે રીતે મોટુ ટર્નઓવર…

જામનગરમાં રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક માં રહેતા હિરેન મુકેશભાઈ હિરપરા નામના 27 વર્ષના યુવાને પોતાની પેઢીના જીએસટી નંબરનો દૂરઉપયોગ કરી ગેરકાયદે રીતે મોટુ ટર્નઓવર કરી નાખવા અંગે અને પોતાની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરવા અંગે પોતાના જ મહેતાજી તેમજ અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં એક આરોપીનું હાલ મૃત્યુ નીપજ્યું છે, અને પોલીસ આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. ફરિયાદી યુવાન હિરેન હીરપરા કે જેણે 2021 ની સાલમાં ઓનલાઈન કિચનવેર વેચવા માટે ઈ કોમર્સ યુનિક એન્ટરપ્રાઇઝ નામની પેઢી તૈયાર કરી હતી, અને તેનો જીએસટી નંબર પણ મેળવ્યો હતો. અને ઝીરો રિટર્ન ભર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોતે કોઈ કામ ધંધો કરતા ન હોવા છતાં જીએસટી વિભાગ દ્વારા હિરેન હિરપરાને 37,86,000 ના બાકી બિલની નોટિસ પાઠવી હતી. જેથી હિરેનભાઈ ચોંકી ઉઠ્યા હતા, અને તેણે સમગ્ર મામલાની તપાસ કરવા માટે પોલીસમાં અરજી કરી હતી.

જે અરજીના અનુસંધાને પોતાની પેઢીમાં અગાઉ માત્ર છ મહિના માટે કામે જોડાયેલા મહેતાજી જયસુખ જમનભાઈ વોરા નુ કારસ્તાન હોવાનું સામે આવ્યું હતું, જેથી જયસુખની ઉલટ તપાસ કરવામાં આવી હતી, અને તેણે જામનગરના અમિતસિંઘ માનને જીએસટી નંબર આપ્યા હતા, અને તેણે જય ગુજરાત ગુડ કેરિયર નામની પેઢી માં જીએસટી નંબરનો ઉપયોગ કરી નાણાકીય વ્યવહાર કર્યા હતા.

જેણે 20,30,600નો ખોટો રિપોર્ટ બનાવ્યો હતો. જીએસટી વિભાગ દ્વારા આખરે આ મામલામાં પેનલ્ટી સહિત 37,86,000 ના બાકી બિલ ની નોટિસ પાઠવી હોવાથી આખરે મામલો સામે આવ્યો હતો, અને પોલીસે મહેતાજી જયસુખ વોરા તેમજ અમિતસિંઘ માન અને જય ગુજરાત ગુડ કેરિયર ના સંચાલક સામે ગુનો નોંધ્યો છે. પોલીસની તપાસ દરમિયાન અમિતસિંઘ માન નું મૃત્યુ થઈ ગયું હોવાનું પણ જાણવા મળી રહયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *