Connect with us

ક્રાઇમ

લાભાર્થીઓનું સરકારી આવાસો ભાડે ચડાવવાનું મહાકૌભાંડ

Published

on

જામનગરમાં ઘરનું ઘરના નામે મહાનગરપાલિકાએ હજારો આવાસો બનાવ્યા છે. હજારો એવા લોકોએ આ આવાસો મેળવી લીધાં છે જેમને આવાસની જરૂૂરિયાત જ નથી અને તેઓ શહેરમાં અન્ય જગ્યાઓ પર ઘરનું ઘર ધરાવે છે. ટૂંકમાં લાભાર્થીઓના નામે લાગતા વળગતા લોકોએ આવાસો કબજે લઈ લીધાં છે. આવા હજારો આવાસધારકોને આવાસની જરૂૂરિયાત ન હોય તેઓએ આ આવાસો ભાડે આપી દીધાં છે. આવા નગરજનો આવાસ યોજનાઓના લાભાર્થીઓ નથી, રોકાણકારો છે, તેઓ આ આવાસોમાંથી ભાડાની નિયમિત આવકો મેળવી રહ્યા છે. અચરજની વાત એ છે કે, કોર્પોરેશનના અધિકારીઓ કે પદાધિકારીઓ આ બાબતની ચિંતાઓ કે ચેકિંગ કરતાં નથી, હજારો આવાસો ભાડે અપાયા હોવા છતાં મહાનગરપાલિકા કરદાતા નગરજનોના કરોડો રૂૂપિયાનો ખર્ચ કરી નવી નવી આવાસ યોજનાઓ બનાવી રહ્યા છે.

મહાનગરપાલિકા ચેકિંગ કરે તો આ પ્રકારના ભાડે અપાયેલા અથવા તાળું લગાવીને રાખી દીધેલાં આવાસોની ખરી હકીકતો બહાર આવવા પામે. પરંતુ મહાનગરપાલિકાએ કયારેય આ પ્રકારની ચકાસણીઓ કરી હોવાનું બહાર આવેલ નથી. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારના હજારો આવાસો કરોડો રૂૂપિયાના ખર્ચથી ખડકવામાં આવે છે, જેનો પ્રચાર ’ઘરનું ઘર’ તરીકે કરવામાં આવે છે અને આવાસ યોજનાઓના ગુણગાન ગાવામાં આવે છે, પરંતુ જાણકારોના મતે આ એક તોતિંગ કૌભાંડ હોય, મહાનગરપાલિકાના શાસકો અને તંત્ર, આવાસોના વેચાણ બાદ આવાસધારકો પ્રત્યેની તમામ જવાબદારીઓમાંથી રીતસર હાથ ખંખેરી નાંખે છે. જેને કારણે હજારો આવાસધારકો આજે બિચારાં તરીકે જીવવા મજબૂર હોવાની સ્થિતિ જોવા મળે છે. રાજ્યના અન્ય શહેરોની માફક જામનગરમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ અને મુખ્યમંત્રી આવાસ યોજનાઓના નામે પાછલાં કેટલાંક વર્ષો દરમિયાન સંખ્યાબંધ આવાસો ખડકી દેવામાં આવ્યા છે.

આ હજારો આવાસોમાં લાખો કરદાતા નગરજનો વસવાટ કરે છે, આ લાખો નગરજનો બિચારાં તરીકે જીવવા મજબૂર છે કારણ કે, આ આવાસો ઉભી બજારે ડ્રો ના નામે વેચાણ કરી નાખ્યા બાદ કોર્પોરેશન આ લાખો આવાસધારકો પ્રત્યેની કોઈ પણ જવાબદારીઓ નિભાવતું નથી. જામનગરમાં હજારો આવાસો એવા છે જ્યાં પીવાના પાણીના ધાંધિયા છે. હજારો આવાસો એવા છે જ્યાં સ્વચ્છતાનો અભાવ છે, ગંદકી પારાવાર છે. હજારો આવાસો એવા છે જ્યાં અવરજવર માટેના રસ્તાઓ ભંગાર છે. હજારો આવાસો એવા છે જ્યાં સ્ટ્રીટ લાઈટની સુવિધાઓ નથી, અંધારા છે. હજારો આવાસ એવા છે જ્યાં જૂગાર રમાય છે, દારૂૂ પિવાય છે, દેહના સોદા થાય છે. હજારો આવાસ એવા છે જે ભાડે આપી દેવામાં આવ્યા છે.

હજારો આવાસોમાં સલામતીના નામે મીંડુ છે. સંખ્યાબંધ આવાસો એવા છે જેના ધારકો દ્વારા મેન્ટેનન્સ માટે કોર્પોરેશનમાં લાખો રૂૂપિયા જમા કરાવવામાં આવ્યા છે, આ નાણાંનો નથી હિસાબ આપવામાં આવતો, અને આવાસધારકોને સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. આ પૈકી એક પણ બાબતે કોર્પોરેશન આવાસધારકોને જવાબ આપતું નથી. મોટાભાગના આવાસોમાં લિફટની સમસ્યાઓ પણ મોજૂદ છે. સંખ્યાબંધ આવાસધારકો અવારનવાર કોર્પોરેશનમાં આવેદનપત્ર આપે છે પરંતુ સ્લમ વિભાગના અધિકારીઓથી માંડીને કમિશનર સુધીના અધિકારીઓ કે શાસકપક્ષ આવાસધારકોની વાત સાંભળવા પણ રાજી નથી.


સરકારની ઘરનું ઘર ની યોજના સારી લેખી શકાય પરંતુ આવાસો આવાસધારકોને આપી દીધાં બાદ અને આપતી વખતે પણ મહાનગરપાલિકા પોતાને નિભાવવાની થતી કોઈ જ જવાબદારીઓ નિભાવતું ન હોય, હજારો આવાસધારકોના લાખો પરિવારજનો ભારે હાલાકીઓ વેઠી રહ્યા છે. કોર્પોરેશન પાસેથી આવાસ ખરીદનારાઓ સારી રીતે, શાંતિથી જીવી શકે છે કે કેમ ? એ પ્રશ્નનો જવાબ મેળવવાની આટલાં વરસોમાં કોઈએ, કયારેય તસ્દી લીધી હોય એવું આટલાં વરસોમાં કયારેય જોવા મળેલ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશન આ તમામ આવાસધારકો પાસેથી તમામ પ્રકારના વેરાઓ અને ચાર્જીસ વસૂલે જ છે.

મહાનગરપાલિકાના પેટમાં પાપ!
શહેરમા સરકારની આ યોજનાનો ગેરલાભ ઉઠાવાતો અટકાવવા પગલા લેવા જોઈએ. પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીના નામથી કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી આવાસ યોજનાઓમાં ખરેખર તો આવાસના મુખ્ય દરવાજા પાસે આવાસના દરેક ફલેટધારકના નામો અને તેને ફાળવવામાં આવેલાં ફ્લેટના તથા બ્લોકના નંબરો લખવા જોઈએ અને આ પ્રકારના નંબરો તથા લાભાર્થીઓના નામ સાથેની તકતી દરેક ફ્લેટ પર લગાવવી જોઈએ. આટલી પારદર્શિતા દાખવવાને બદલે મહાનગરપાલિકા આવાસ ફાળવણીના નામો સહિતની વિગતો છૂપાવી રહી હોય, મહાનગરપાલિકાના પેટમાં પાપ હોવાનું સમજાઈ રહ્યું છે.

આવાસ યોજનાના નામે લખલૂટ ’કમાણી’
શહેરના વિવિધ વિસ્તારોમાં ટોચના બિલ્ડર લાખો મીટર જમીનો ધરાવતા હોય છે, જ્યાં સુધી આવા વિસ્તારોમાં નોંધપાત્ર વસતિ ન થાય ત્યાં સુધી, આવી જમીનોના ધાર્યા ભાવ ન મળે. આ ગણતરીઓ સાથે બિલ્ડર લોબી અને કોર્પોરેશન જેતે વિસ્તારમાં આવાસ યોજના માટેના ચક્રો ગતિમાન કરે અને પછી કોર્પોરેશન નાં અધિકારીઓ, શાસકો, બિલ્ડર્સ તથા કોન્ટ્રાક્ટર સહિતના બધાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લખલૂટ ’કમાણી’ કરે. આ પ્રકારની વસતિને કારણે જેતે વિસ્તારોમાં જમીનોના ભાવો સ્વાભાવિક રીતે જ ઉંચકાય. જાણકારોના મતે આવાસ યોજનાઓ પાછળનું ખરૂૂં ગણિત આ છે, ઘરનું ઘર એવું નામ બોલવામાં રૂૂપાળું લાગે, ખરેખર તો એ શિકાર પકડવાનું પાંજરૂૂં છે.

ક્રાઇમ

મોરબીમાં SMCનો દરોડો: ફેક્ટરીમાંથી ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો મળી આવ્યો

Published

on

By


મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવે છે. એકથી બે દરોડામાં મોટા પ્રમાણમાં દારૂનોે જથ્થો પકડાઇ ચૂક્યો છે. ત્યારે આજે સવારે મોરબી જિલ્લામાં ટંકારા પંથકમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડી શંકાસ્પદ ઓઇલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.


આ ફેક્ટરીમાંથી લાખો લીટરમાં ડુપ્લીકેટ ઓઇલનો જથ્થો તેમજ મશીનરી સહિતનો લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ વડા નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરીયાની રાહબરીમાં સ્ટેટ મોનિટરીંગ સેલની એક ટીમને આજે સવારે મળેલી ચોક્કસ બાતમીને આધારે મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં એક ફેક્ટરીમાં ડુપ્લીકેટ ઓઇલ બનાવી સૌરાષ્ટ્ર ભરમાં વેચાણ કરાતું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ટંકારા પંથકમાં આવેલી ફેક્ટરી પર દરોડો પાડતા ત્યાં હાજર શખ્સો ડુપ્લીકેટ ઓઇલના અલગ-અલગ ડબ્બાઓ પર કંપનીના સ્ટીકર લગાવતા હોવાનું જાણવા મળ્યું હતું.


પોલીસે ફેક્ટરીમાં તપાસ કરતા અલગ-અલગ પચાસ ઓઇલના બેરલ મળી આવ્યા હતા. આ ઓઇલ ઓટો મોબાઇલમાં વપરાતું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, અન્ય નામાકિંત કંપનીઓના ઓટો મોબાઇલમાં વપરાતા એન્જીંન ઓઇલના નામે હલકા પ્રકારની ગુણવતા વાળા ઓઇલમાં કેમીક્લ, બેઇઝ ઓઇલ, વગેરે જેવું રો મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઓઇલના બેરલ, રો મટીરીયલ અને મશીનરી સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Continue Reading

ક્રાઇમ

રાજકોટમાં રાત્રે જૂથ અથડામણ, વાહનોમાં તોડફોડ

Published

on

By

સોડા-બોટલના ઘા, બે લોકો ઘાયલ: મોડી રાત્રે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

રાજકોટ શહેરમાં જાહેરમાં મારામારી અને હુમલાના ઘટનાઓના વીડિયો અનેકવાર સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. ગઇકાલે ભુપેન્દ્ર રોડ પર આવેલી રાજેશ્રી સિનેમા પાસે 20થી 25 લોકોનું ટોળું અલગ-અલગ બાઇક પર ધસી આવ્યું હતું અને તેઓ પાસે સોડા-બોટલ અને ધોકા-પાઇપ હતા. મુખ્ય માર્ગ પર રીતસરનો આંતક મચાવતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ત્યાં પડેલા વાહનોમાં તોડફોડ થઇ હતી અને આરોપીઓએ સોડા-બોટલના ઘા ર્ક્યા હોય જાહેર રસ્તા પર સોડા બોટલના તુટેલા કાચ નજરે પડ્યા હતા. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાંથી જાણવા મળ્યું હતુ કે, આ મામલે હાલ કોઇ ફરિયાદ નોંધાઇ નથી પોલીસ ચોપડે જાણવા જોગ નોંધવામાં આવી છે. આ ઘટનામાં બે લોકોને ઇજા પહોંચતા તેઓને સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.


બનાવની વધુ વિગતો મુજબ ગઇકાલે મોડી રાત્રીના સમયે ભુપેન્દ્રરોડ પર રાજેશ્રી સિનેમા પાસે 20થી 25 લોકોનું ટોળુ ધસી આવ્યું હતું. તેઓએ આંતક મચાવી સોડા-બોટલના ઘા ર્ક્યા હતા અને ત્યાં પડેલા વાહનોમાં તોડ ફોડ કરી હતી. આ ઘટનામાં બે લોકોને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથક તેમજ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી જાણવા મળી રહ્યું હતુ કે, રાત્રીના અગ્યાર વાગ્યે કોટક શેરીમાં રહેતો સુનિલ મસરૂભાઇ ગમારા રાજશ્રી સિનેમા પાસે બેઠો હતો. ત્યારે તેમની સાથે તેમના મિત્રો ગોપાલભાઇ, મનોજભાઇ, કાર્તિકભાઇ, પરેશભાઇ અને હીરો તમામ ત્યાં તેમની સાથે બેઠા હતા. ત્યારે આરોપીઓ સલમાન, સેજાદ, ભુરો અને તેમની સાથે એક અજાણ્યો માણસ ડબલ સવારીમાં અલગ-અલગ બાઇકમાં ધસી આવ્યા હતા અને સુનિલભાઇને તેમજ તેમના મિત્રોને ગાળો આપી ભાગી ગયા હતા.


જેથી સુનિલભાઇ ગમારા અને તેમના મિત્રો તમામ આરોપીઓની પાછળ જતા સલમાન, સેજાદ અને ભુરો એમ ત્રણેય ભગવા જતા એક અજાણ્યો માણસ ચાલુ બાઇકે નીચે પડી ગયો હતો અને તેમના પગે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને પોલીસ મથકે લાવતા તેમનું નામ રૂદ્ર ગઢવી હોવાનું સામે આવ્યું હતું. તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમના પિતા અલાભાઇ નારણભા ગઢવીનો સંપર્ક કરી તેમને સોંપી દીધો હતો. આ મામલે બન્ને પક્ષના નિવેદન લેતા બન્ને પક્ષે કોઇને ફરિયાદ કરવી ન હોય જેથી એ ડીવીઝન પોલીસના પી.આઇ. આર.જી બારોટની રાહબરીમાં હોડ.કોન્સ્ટેબલ રમેશભાઇ ચૌહાણ અને સ્ટાફે જાણવા જોગ દાખલ કરી બન્ને પક્ષના નિવેદન નોંધયા હતા.

Continue Reading

ક્રાઇમ

ચુડાના કોરડા ગામે વીજળી પડતા નિંદ્રાધીન યુવાનનું મોત, પરિવારમાં શોક

Published

on

By

સુરેન્દ્રનગર જીલ્લામાં બે દિવસીય ભારે વરસાદથી વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના કોરડા ગામે વીજળી પડતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જેમાં ચુડાના કોરડાના યુવાન રાત્રે સૂતો હતો ત્યારે વીજળી પડતા કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. આ ગોઝારા બનાવમાં વીજળી પડતાં 27 વર્ષના રાજદિપસિંહ મસાણી નામના યુવાન મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદી વાતાવરણ વચ્ચે મુળી, ચુડા, થાન અને ચોટીલા પંથકમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો.

જેમાં ચુડા તાલુકામા મોડી રાત્રે ભારે પાવન વીજળી સાથે વરસાદ શરૂૂ થયો હતો. એ સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના કોરડા ગામે વીજળી પડતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ ગોઝારા બનાવમાં વીજળી પડતાં 27 વર્ષના રાજદિપસિંહ મસાણી નામના યુવાન મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. હાલ તો મૃતકને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે અને બાદમાં સાયલા સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

Continue Reading
ગુજરાત2 mins ago

મનપાના ડે. કમિશનરે સેક્રેટરી વિભાગના કર્મચારીની નિયમ વિરુદ્ધ બદલી કરી નાખી

ગુજરાત4 mins ago

કાલાવડ રોડ અંડરબ્રિજ પાસે પાડોશીઓ વચ્ચે મારામારી

ગુજરાત5 mins ago

ગાંધીનગરમાં કોંગ્રેસનું હલ્લાબોલ, આઈપીએસ પાંડિયન સામે ઉગ્ર પ્રદર્શન

ગુજરાત5 mins ago

ફેક્ટરીમાં કામ કરતી વખતે મશીન પાસે પટકાયેલા શ્રમિક યુવાનનું મોત

ગુજરાત19 mins ago

ખેડૂતોને 10 હજાર કરોડની સહાય ન આપે તો ગામડે ગામડે આંદોલન

ગુજરાત26 mins ago

યુવકના ગળામાંથી 4 સે.મી.ની પથરી કાઢતા ડોક્ટર ડેનિશ આરદેશણા

ગુજરાત33 mins ago

વડતાલના સ્વામિ. મંદિરમાં કાલથી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ

ક્રાઇમ35 mins ago

મોરબીમાં SMCનો દરોડો: ફેક્ટરીમાંથી ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો મળી આવ્યો

ગુજરાત40 mins ago

ઘરફોડ, વાહન ચોરી અને દારૂના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને પાસામાં ધકેલાયા

ગુજરાત43 mins ago

રેડીમેડ કપડાંની દુકાનમાંથી વેપારીની નજર ચૂકવી 12 હજારની ચોરી કરનાર ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 hours ago

McDonald બર્ગર ખાવાથી ફેલાયો આ ખતરનાખ વાયરસ, એકે જીવ ગુમાવ્યો-અનેક લોકો થયાં બીમાર

રાષ્ટ્રીય2 days ago

દિવાળી પહેલાં સોના-ચાંદીમાં આતશબાજી, ભાવ રેકોર્ડ સ્તરે

આંતરરાષ્ટ્રીય2 days ago

LAC પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે સમજૂતી,જાણો અન્ય કયા મુદ્દા પર સમજૂતી થઈ હતી

ગુજરાત2 days ago

રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને આપી દિવાળીની ભેટ, 17700થી વધુ કર્મચારીઓને મળશે આટલું બોનસ

આંતરરાષ્ટ્રીય2 days ago

EVM હેક કરી શકાય છે, એલોન મસ્કે વિવાદ છેડ્યો

ગુજરાત2 days ago

હેલ્મેટ-સીટ બેલ્ટ માટે ટ્રાફિક ડ્રાઇવ યોજવા RTOને સૂચના

ગુજરાત2 days ago

રિક્ષાચાલકની લુખ્ખાગીરી, વકીલને અડફેટે લીધા, ઠપકો આપતા હુમલો ર્ક્યો

આંતરરાષ્ટ્રીય2 days ago

6Gમાં 5G કરતાં 9 હજાર ગણી સ્પીડ, એક સેક્ધડમાં 50 GBની ફિલ્મ ડાઉનલોડ થશે

રાષ્ટ્રીય1 day ago

શેરબજારમાં સતત કડાકા, સેન્સેક્સ 1300 અંક તૂટ્યો

ગુજરાત2 days ago

કોઠારિયા સોલવન્ટમાં આધેડને હૃદયરોગનો હુમલો ભરખી ગયો

Trending