રાજકોટ કોર્ટમાં મેગા લોક અદાલત યોજાઈ

રાજકોટ જિલ્લાની તમામ કોર્ટમાં મેગા લોકઅદાલત યોજાઈ હતી. જેમાં અલગ અલગ કેટેગરીના 35 હજાર કેસો મુકવામાં આવ્યા હતાં. આ લોક અદાલતમાં 60 ટકા કેસોનો સમાધાન…

રાજકોટ જિલ્લાની તમામ કોર્ટમાં મેગા લોકઅદાલત યોજાઈ હતી. જેમાં અલગ અલગ કેટેગરીના 35 હજાર કેસો મુકવામાં આવ્યા હતાં. આ લોક અદાલતમાં 60 ટકા કેસોનો સમાધાન રાહે નિકાલ થવાની શકયતા છે.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરુપે ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાઓના ઉપક્રમે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ ધ્વારા પણ જે. આર શાહ , ચેરમેન, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના માર્ગદર્શન તથા સબળ નેતૃત્વ હેઠળ રાજકોટ જીલ્લાની તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોક અદાલતનું રાજકોટ મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ધ્વારા જે. આર. શાહ દિપ પ્રાગટય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સદરહું ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ હેડકવાર્ટરના તમામ ન્યાયાધીશ , બાર એસોસીએશનના પ્રતિનિધિઓ, જુદી જુદી વિમા કંપનીના ઓફીસરો, વિધ્વાન વકીલ ઓ, પી.જી.વી.સી.એલ.ના તેમજ વિવિધ બેંકના અધિકારીઓ તેમજ પક્ષકારો ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે રાજકોટ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના પુર્ણકાલીન સચિવ એચ. વી. જોટાણીયાએ લોક અદાલતથી પક્ષકારોને થતા લાભ તથા કોર્ટનું ભારણ ઘટાડવામાં લોક અદાલત કઈ રીતે મદદરૂૂપ થાય છે તે અંગે તથા લોક અદાલતમાં કયા કયા પ્રકારના કેટલા કેસો મુકવામાં આવેલ છે અને અંદાજે કેટલા કેસોમાં સફળ સમાધાન શક્ય બનશે તે અંગે માહીતી આપેલ.

વધુમાં મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શાહ લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવેલી અને જણાવેલ કે સમાધાનથી કેસ ફૈસલ થાય તો પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે છે તેને ધ્યાનમાં રાખી વધુમાં વધુ કેસો સમાધાનથી ફૈસલ થાય તેવી અપેક્ષા છે.સદરહું લોક અદાલત અગાઉ લગભગ છેલ્લા બે મહીનાથી જુદી જુદી વિમા કંપની, ફાયનાન્સ કંપની, પોલીસ અધિકારીઓ વિગેરે સાથે જુદી જુદી મીટીંગો યોજી લોક અદાલત પહેલા પ્રિ-સીટીંગનું આયોજન કરી આજના દિવસે વધુમાં વધુ કેસો સમાધાન રાહે નિકાલ થાય તેવા પ્રયત્નો હાથ ઘરવામાં આવેલ છે.આજના દિવસે જુદી જુદી કેટેગરીના 35000 પેન્ડીંગ કેસો હાથ પર લેવામાં આવનાર છે. જેમાંથી 60% થી પણ વધુની સંખ્યામાં સમાધાનથી કેસોનો નિકાલ થાય તેવી આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *