સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી ગણાતી રાજકોટની પીડીયું હોસ્પિટલમાં મોડી રાતે તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાએ મોડી રાતે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું.ચેકિંગમાં રાત્રી ફરજ ઉપરના કેટલાક રેસીડન્ટ તબીબો અને નર્સિંગ તેમજ વર્ગ-4 ના કેટલાક સ્ટાફ ગેરહાજર મળ્યા હતા. તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાએ ગેરહાજરી સ્ટાફને શિસ્તમાં રહેવા કડક સુચના આપી હતી. તેમજ દર્દીઓને સરખી સારવાર મળે અને સાથે તકલીફ ન થાય તેની ખાસ તકેદારી રાખવા માટે અધિક્ષકે સુચનાઓ આપી હતી.
સૌરાષ્ટ્ર અને કચ્છના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે વિના મૂલ્ય સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ એ આશીર્વાદરૂૂપ સમાન છે. આરોગ્ય સચિવની સીવિલ હોસ્પિટલની મુલાકાત બાદ આપેલી સૂચના બાદ દર્દીઓની યોગ્ય સારવાર થાય છે કે કેમ તેમજ દર્દીઓને વિશેષ સુવિધા મળે છે કે નહી ? તે જાણવા માટે તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયા અચાનક પીડીયું હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતા સ્ટાફમાં ભાગંભાગ થઇ ગઈ હતી. સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડિંગ,ટ્રોમા સેન્ટર, ઈમરજન્સી સહિતના વોર્ડ સહિતના તમામ વિભાગોમાં ગાયનેક વિભાગમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતા સ્ટાફમાં ભાગંભાગ થઇ ગઈ હતી.
તબીબી અધિક્ષકના સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગમાં રાત્રીના ફરજ ઉપર કેટલાક રેસીડન્ટ તબીબો અને નર્સિંગ સ્ટાફ તેમજ પટ્ટાવાળા સહિતના વર્ગ-4 ના કેટલાક કર્મચારીઓ ગેરહાજર મળ્યા હતા જેને લઇ તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયાએ તે તમામ સ્ટાફને કડક સુચના આપી શિસ્તમાં રહી નિયમનું પાલન કરવા સુચના આપી હતી.