પોરબંદરના જંગલ વિસ્તારમાં ભભૂકેલી ભયાનક આગ

પોરબંદરના જંગલ વિસ્તારમા આજે બપોરે અચાનક આગ ફાટી નિકળતા અને આ આગ 4 કિલોમીટર વિસ્તારમાં ફેલાઇ જતા સાવચેતીના ભાગરૂપે બિરલા કોલોનીમા આવેલી સ્કૂલ બંધ કરવામા…

પોરબંદરના જંગલ વિસ્તારમા આજે બપોરે અચાનક આગ ફાટી નિકળતા અને આ આગ 4 કિલોમીટર વિસ્તારમાં ફેલાઇ જતા સાવચેતીના ભાગરૂપે બિરલા કોલોનીમા આવેલી સ્કૂલ બંધ કરવામા આવી છે અને જરૂર પડે તો રહેણાંક વિસ્તારો પણ ખાલી કરાવવાની તૈયારી કરવામા આવી છે. મળતી માહિતી મુજબ પોરબંદરના તળેશ્ર્વર મહાદેવ મંદિરથી બિરલા ફેકટરીના પાછળના વિસ્તાર સુધીના બાવળના જંગલમા આ આગ ફાટી નીકળી છે અને આગના ધુમાડા દુર દુર સુધી દેખાઇ રહયા છે. આગને કાબુમા લેવા માટે નેવી, કોસ્ટગાર્ડ અને ફાયરબ્રિગેડ સહીતની એજન્સીઓને કામે લગાડવામા આવી છે. આ ભયાનક આગના કારણે આસપાસના રહીશોમા ભયની લાગણી ફેલાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *