એમ્બાપ્પે વર્લ્ડ કપમાં ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ ફટકારનાર ખેલાડી

કિલિયન એમ્બાપ્પે પર સવાર થઈને ફ્રાન્સે ફિફા વર્લ્ડ કપમાં વિજયી શરૂૂઆત કરી હતી અને ગ્રુપ-આઈની મેચમાં સેનેગલને 3-1થી હરાવ્યું હતું. એમ્બાપ્પેએ ફ્રાન્સ માટે બે ગોલ…

કિલિયન એમ્બાપ્પે પર સવાર થઈને ફ્રાન્સે ફિફા વર્લ્ડ કપમાં વિજયી શરૂૂઆત કરી હતી અને ગ્રુપ-આઈની મેચમાં સેનેગલને 3-1થી હરાવ્યું હતું. એમ્બાપ્પેએ ફ્રાન્સ માટે બે ગોલ કર્યા અને આ સાથે તે ફ્રાન્સ તરફથી ફિફા વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો હતો. બંને ટીમો પહેલા હાફમાં ગોલ કરી શકી નહોતી. પરંતુ કેપ્ટન કિલિયન એમ્બાપ્પેએ બીજા હાફમાં ટીમને લીડ અપાવી હતી. ત્યારબાદ બ્રેડલી બારકોલાએ લીડ બમણી કરી હતી. નિર્ધારિત 90 મિનિટ પછી ફ્રાન્સ 2-0થી આગળ હતું. જોકે, ઇજા સમયના આઠ મિનિટ દરમિયાન સેનેગલ માટે ઇબ્રાહિમ મબાયે ગોલ કર્યો.

થોડી જ સેક્ધડ પછી એમ્બાપ્પેએ બીજો ગોલ કરીને ફ્રાન્સને 3-1ની લીડ અપાવી હતી. એમ્બાપ્પેએ ફિફા વર્લ્ડ કપ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ગોલ સાથે તેણે ફ્રાન્સ માટે સૌથી વધુ ગોલ કરવાના ઓલિવિયર ગિરોડના રેકોર્ડની બરાબરી કરી. જોકે, તેણે મેચમાં બે ગોલ કરીને ગિરોડને પાછળ છોડી દીધો. એમ્બાપ્પેએ 66મી મિનિટે માઈકલ ઓલિસેહ પાસેથી પાસ લઈને ટીમને લીડ અપાવી હતી. એમ્બાપ્પેએ સેનેગાલીઝ ડિફેન્સ તોડી નાખ્યું. ફ્રાન્સ આટલે જ અટક્યું નહીં અને બ્રેડલી બાર્કોલાએ 82મી મિનિટમાં લીડ બમણી કરી. સેનેગલ માટે ઇબ્રાહિમે આઠ મિનિટના ઇન્જરી ટાઇમ દરમિયાન ગોલ કર્યો. પરંતુ થોડી જ સેક્ધડ પછી એમ્બાપ્પે બીજો ગોલ કરીને ફ્રાન્સને 3-1ની લીડ અપાવી. આ એમ્બાપ્પેનો 58મો આંતરરાષ્ટ્રીય ગોલ હતો, જેના કારણે તે ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સનો સૌથી વધુ સ્કોરર બન્યો. સેનેગલ સામે બે ગોલ સાથે એમ્બાપ્પેના હવે ફિફા વર્લ્ડ કપમાં 14 ગોલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *