Connect with us

રાષ્ટ્રીય

કેરળના વાયનાડમાં પ્રચંડ ભૂસ્ખલન: 63નાં મોત, અનેક લાપતા

Published

on

બચાવ-રાહત માટે એરફોર્સ- નેવીની ટુકડીઓ ઉતારાઇ, 100થી વધુ લોકોનો બચાવ, આખા ચાર ગામ ઘોવાઇ ગયા

કેરળના વાયનાડમાં પ્રચંડ ભુસ્ખલનનો મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 63 લોકોના મોત નિપજયા છે. હજુ પણ અનેક લોકો મલબા નીચે દટાયેલા હોવાની આશંકા છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આ દૂર્ઘટનામાં આખા ચાર ગામ ધોવાઇ ગયા છે અને 400 જેટલા લોકો લાપતા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.
વાયનાડમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે. જ્યારે 10 મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરીમાં ઇન્ડિયન નેવીના જવાનો પણ જોડાયા હતા. અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વાયનાડમાં ભૂસ્ખલન બાદ બચાવ કામગીરી માટે નૌકાદળની એક ટીમ એઝિમાલાથી રવાના થઇ હતી. મુખ્યમંત્રીની સૂચના મુજબ નેવીની મદદ માંગવામાં આવી છે.


વાયનાડમાં છેલ્લા 24 કલાકમાં 372 મીમી વરસાદ નોંધાયો છે. સૈન્યના જવાનોની એક ટીમ ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડથી કન્નુરથી શોધ અને બચાવ કામગીરી માટે રવાના થઈ ગઈ છે. એનડીઆરએફની સાથે સેનાને પણ બચાવ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે.


કેરળના મહેસૂલ મંત્રી કે. રાજનના કાર્યાલયે કહ્યું હતું કે એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટનાસ્થળે છે. અત્યાર સુધીમાં લગભગ 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
બાથરી સેન્ટ મેરી એસકેએમજે સ્કૂલ, કાલપેટ્ટામાં રાહત શિબિર બનાવવામાં આવી છે. મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ હાજર છે. ભોજન અને કપડાંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


250 લોકોને બચાવીને કામચલાઉ આશ્રય શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. અમે ફસાયેલા લોકોને હવાઈ માર્ગે બહાર કાઢી રહ્યા છીએ. બચાવ કાર્ય માટે સરકાર દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વ્યાપક પ્રમાણમાં નુકશાન પણ થયું છે. રસ્તાઓ તુટી ગયા છે એક પુલ પણ તુટી ગયો છે.


કેરળના મુખ્યમંત્રી કાર્યાલય(સીએમઓ) એ જણાવ્યું છે કે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે અને બ કામગીરીમાં એરફોર્સને તૈનાત કરવામાં આવી છે. સીએમઓએ કહ્યું, વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું આરોગ્ય વિભાગ- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા કંટ્રોલ રૂૂમ ખોલવામાં આવ્યો છે અને કટોકટીની સહાય માટે હેલ્પલાદ નંબર 96569 38689 અને 80860 10833 જારી કરવામાં આવ્યા છે.


હવામાન વિભાગે પણ કેરળમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આઇએમડીએ કહ્યું છે કે મોટાભાગના સ્થળોએ હળવાથી “મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેરળમાં આગામી ત્રણ કલાકમાં છૂટાછવાયા વાવાઝોડા, વરસાદ, વીજળી અને ભારે પવનની શક્યતા છે. વાયનાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવી શકે છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેણે વળતરની પણ જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું, વાયનાડના ભાગોમાં ભૂસ્ખલનથી દુ:ખી છું. મારા વિચારો તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે તેમના માટે પ્રાર્થના કરું છું. હાલમાં તમામ અસરગ્રસ્ત લોકોને મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ઙખગછઋ તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂૂપિયા આપવામાં આવશે. ઘાયલોને વળતર તરીકે 50,000 રૂૂપિયા મળશે.

હિમાચલમાં ભૂસ્ખલનથી એકનું મોત, બે ઘવાયા
ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં કાલકા-શિમલા નેશનલ હાઈવે પર પહાડ પરથી પથ્થરો પડતાં વાહનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત કાલકા-શિમલા નેશનલ હાઈવે પર રવિવાર અને સોમવારની વચ્ચે રાત્રે લગભગ 2.30 વાગ્યે થયો હતો. વાહન સવારો ચંદીગઢથી શિમલા તરફ જઈ રહ્યા હતા. ભારે વરસાદને કારણે દાત્યાર નેચર પાર્ક પાસે અચાનક ભૂસ્ખલન શરૂૂ થયું અને વાહનચાલકો તેમાં ફસાઈ ગયા. જેમાં પંજાબના કપૂરથલાના રહેવાસી 40 વર્ષના દેવરાજનું મોત થયું હતું. બે લોકો ઘાયલ થયા હતા અને તેમને ઇએસઆઈ હોસ્પિટલમાં પરવાનુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ નાજુક હોવાથી તેમને પીજીઆઈ, ચંદીગઢ મોકલવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

Published

on

By

આઝાદી પછી ચાર વખત વન નેશન, વન ઈલેક્શન થઈ ચૂક્યા છે

પ્રથમ બે ટર્મમાં વડાપ્રધાન મોદીની સરકારે નોટબંધી, જીએસટી, લોકડાઉન, કલમ 370 નાબુદી જેવા ઐતિહાસિક નિર્ણયો લીધા બાદ હવે ત્રીજી ટર્મમાં મોદી સરકાર દેશભરમાં લોકસભા અને ધારાસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાના ઐતિહાસિક એજન્ડા ઉપર આગળ વધી રહી હોય તેમ આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ મંત્રીમંડળની બેઠકમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ના પ્રશ્તાવને લીલીઝંડી આપી દીધી છે. અને હવે સંસદના આગામી શિયાળુ સત્રમાં આ અંગેનું બીલ પણ લાવવામાં આવે તેવા નિર્દેશો મળે છે.


જો કે, મોદી સરકારના આ પગલાને વિપક્ષોએ વધુ એક ઉતાવળિયો નિર્ણય ગણાવ્યો છે. અને ભૂતકાળમાં પણ વનનેશન વન ઈલેક્શન નિષ્ફળ ગયાનું જણાવી ભવિષ્યમાં પણ આ યોજનાની સફળતા સામે સવાલો ઉઠાવ્યા છે.


છેલ્લા ઘણા સમયથી સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી હતી કે વન નેશન વન ઇલેક્શનને મંંજૂરી મળી શકે છે. પરંતુ આજે આ સમાચાર પર મોદી કેબિનેટે મ્હોર મારી દીધી છે. વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. મોદી કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવની મંજૂરી મળી ગઇ છે. રામનાથ કોવિંદ કમિટીના રિપોર્ટને બેઠકમાં આપવામાં આવી મંજૂરી.ત્યારે હવે શિયાળુ સત્રમાં સરકાર આ બિલ લઇને આવશે તેવી માહિતી સામે આવી રહી છે.


મોદી સરકાર દ્વારા પોતાના ઢંઢેરામાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, કાશ્મીર કલમ 370ને સમાપ્ત કરવી અને નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કરવાનો વાયદો પુરો કરી દીધો છે. પીએમ મોદી પણ સ્વતંત્રતા પર લાલથી તમારા ભાષણમાં દિવસની ચૂંટણી અને સંસદીય ચૂંટણી એક સાથે સાથેની વકીલાત પણ કરી હતી. તમને જણાવી દઈએ કે ગયા મહિને સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પવન નેશન, વન ઈલેક્શનથની હિમાયત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે અવારનવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઉભી કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે પએક રાષ્ટ્ર, એક ચૂંટણીથ માટે દેશે આગળ આવવું પડશે. તેમણે રાજકીય પક્ષોને લાલ કિલ્લા અને રાષ્ટ્રીય ત્રિરંગાને સાક્ષી તરીકે લઈને રાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય વચનોમાંના એક તરીકે પએક રાષ્ટ્ર, એક ચૂંટણીથનો સમાવેશ કર્યો હતો.

Continue Reading

રાષ્ટ્રીય

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

Published

on

By

સિંધુ, સહિત છ નદીના પાણી અને પાવર ઉત્પન્ન કરારની સમીક્ષા કરવા માંગ\

ભારતે સિંધુ જળ કરારમાં ફેરફારની માંગ કરી છે. આ સંબંધમાં ભારત દ્વારા 30 ઓગસ્ટે પાકિસ્તાનને ઔપચારિક નોટિસ મોકલવામાં આવી છે. આ સંબંધમાં બંને દેશો વચ્ચે 1960માં સિંધુ અને અન્ય 5 નદીઓના પાણીના ઉપયોગને લઈને સમજૂતી કરવામાં આવી હતી. સિંધુ જળ સંધિની કલમ ડઈંઈં (3) મુજબ, તેની જોગવાઈઓ સમયાંતરે બદલાઈ શકે છે જેથી બંને દેશોના હિતોની પૂર્તિ થઈ શકે. ભારતે 1960ના કરારમાં ફેરફારની માંગને લઈને કેટલીક દલીલો પણ આપી છે કે તેની શા માટે જરૂૂર છે.


વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારે કહ્યું છે કે 1960 પછી સંજોગોમાં ઘણો બદલાવ આવ્યો છે. આવી સ્થિતિમાં સિંધુ જળ કરારની શરતોમાં કેટલાક ફેરફારો કરવાની જરૂૂર છે. આ માટે ખાસ કરીને ત્રણ કારણો આપતા ભારતે કહ્યું કે 1960માં જે શરતો નક્કી કરવામાં આવી હતી તેનો હવે કોઈ આધાર નથી. ત્યારથી વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. પ્રથમ કારણ આપવામાં આવ્યું છે કે ડેમોગ્રાફીમાં ફેરફાર થયો છે. આ કારણે ખેતી અને અન્ય વસ્તુઓમાં પાણીના ઉપયોગમાં પણ ફેરફાર થયો છે.


આ સિવાય ભારત હાનિકારક ગેસના ઉત્સર્જનને દૂર કરીને સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધવા માંગે છે. આ માટે સિંધ જળ કરાર મુજબ ફરી એકવાર નદીના પાણી પરના અધિકારો નક્કી કરવામાં આવે તે જરૂૂરી છે. આ સિવાય ત્રીજું કારણ આપવામાં આવ્યું છે કે સરહદ પારના આતંકવાદને કારણે આ સમજૂતીનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો નથી. આ કારણે ભારત તેના અધિકારોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતું નથી. કિશનગંગા અને રેટલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અંગે પાકિસ્તાનના વલણથી પણ ભારત ચિંતિત છે. ભારતનું કહેવું છે કે પાકિસ્તાને આ પ્રોજેક્ટ્સમાં અવરોધો ઊભા કર્યા છે, જ્યારે ભારતે હંમેશા જળ સમજૂતીને લઈને ઉદાર વલણ અપનાવ્યું છે.


વાસ્તવમાં, સિંધુ જળ કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 નદીઓના પાણીની વહેંચણી વિશે છે, જેને સિંધુ નદી પ્રણાલીનો ભાગ માનવામાં આવે છે. આ કરાર પર 19 સપ્ટેમ્બર, 1960ના રોજ કરાચીમાં તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ બેંકે આ કરારમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી હતી.

Continue Reading

રાષ્ટ્રીય

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

Published

on

By

માયા રતન ટાટાની સાવકી ભત્રીજી છે

ટાટા ગ્રુપ ભારતનું અગ્રણી ઔદ્યોગિક ગૃહ છે. ભારતના લોકો વર્ષોથી આ બ્રાન્ડમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. મીઠાથી લઈને ટ્રક સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન કરતા ટાટા ગ્રુપનો ઈતિહાસ લગભગ 150 વર્ષ જૂનો છે. માત્ર 21 હજાર રૂૂપિયાથી શરૂૂ થયેલો ટાટા ગ્રુપનો બિઝનેસ આજે લાખો કરોડ સુધી પહોંચી ગયો છે. પરંતુ સફળતાની આ સફર એટલી સરળ ન હતી. જેઆરડી ટાટા અને રતન ટાટાએ તેને જમીનથી ઊંચાઈ સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.


ટાટા ગ્રુપનો આગામી અનુગામી કોણ હશે? આ અંગે લોકોમાં ચર્ચા શરૂૂ થઈ છે. જેમાં માયા ટાટાનું નામ સૌથી આગળ છે.માયા ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાની સાવકી ભત્રીજી છે. માયા નોએલ ટાટા અને અલુ મિસ્ત્રીની પુત્રી છે, અલુ મિસ્ત્રી ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રીની પુત્રી છે અને ટાટાના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની બહેન છે.


માયા ટાટાએ જો બેયસ બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ વોરવિકમાંથી શિક્ષણ મેળવ્યું છે. તેમણે તેમની કારકિર્દીની શરૂૂઆત ટાટા કેપિટલની પેટાકંપની ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડથી કરી હતી. જ્યાં તેમણે પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને રોકાણકારોના સંબંધોના ક્ષેત્રમાં ઊંડી નિપુણતા મેળવી.


માયા ટાટા હાલમાં ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના છ બોર્ડ સભ્યોમાંથી એક છે, જે કોલકાતા સ્થિત અગ્રણી કેન્સર હોસ્પિટલ ચલાવે છે. આ હોસ્પિટલનું ઉદઘાટન રતન ટાટાએ 2011માં કર્યું હતું. તેણીની સક્રિયતા અને યોગદાન સૂચવે છે કે તે ભવિષ્યમાં ટાટા ગ્રુપનું નેતૃત્વ કરી શકે છે.

Continue Reading
રાષ્ટ્રીય16 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય16 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત16 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત16 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય17 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય17 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય17 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય17 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય17 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત16 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

રાષ્ટ્રીય19 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

Trending