સોમનાથ બાયપાસ પર ટ્રકમાં ભિષણ આગ, ફાયર બ્રિગેડની સમયસુચકતાથી મોટી દુર્ઘટના ટળી

સોમનાથ બાયપાસ પર ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રાત્રીના 11:30 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. ઘટના અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના…

સોમનાથ બાયપાસ પર ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રાત્રીના 11:30 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. ઘટના અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ક્ધટ્રોલ રૂૂમને જાણ થતા જ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો અને વેરાવળ ફાયર બ્રિગેડને તરત જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતા જ વેરાવળ ફાયર બ્રિગેડનો સ્ટાફ DCPO નરેન્દ્રસિંહ આછડીયા અને ફાયરમેન કેતન વાળા સહિત મિની ફાઇટર (GJ-18 GB 9039)સાથે ઘટનાસ્થળે પહોંચ્યો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. જો આગ ટ્રકના ટાયર સુધી પ્રસરી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી, પરંતુ ફાયર સ્ટાફની સમયસૂચક કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી… આગ સોમનાથ બાયપાસ પર ગુજરાત ઓટો કેર સર્વિસની સામે લાગી હતી. ટ્રક ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી ટ્રક સાઈડમાં ઊભો રાખી કૂદી પડતા પોતાનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ GHCL કંપનીમાંથી દાનેવ રોડવેઝની માલિકીનો ટ્રક GJ-17-XX-6364 સોડાએશ ભરેલી સ્થિતિમાં મોરબી જઈ રહ્યો હતો. આગ લાગવાનું પ્રાથમિક અનુમાન મુજબ ટ્રકની ડ્રાઈવર કેબિનમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *