ગોંડલ નજીક હડમતાળા જીઆઇડીસીમાં પ્લાસ્ટિકનાં કારખાનામાં ભીષણ આગ

કિંમતી મશીનરી અને કાચો તથા તૈયાર માલ બળી ગયો ગોંડલ નજીક આવેલાં હડમતાળા જીઆઇડીસી માં આવેલાં એચ.ડી.પોલી પ્લાસ્ટ નામનાં કારખાના માં ગતમોડી રાતે આગ લાગી…

કિંમતી મશીનરી અને કાચો તથા તૈયાર માલ બળી ગયો

ગોંડલ નજીક આવેલાં હડમતાળા જીઆઇડીસી માં આવેલાં એચ.ડી.પોલી પ્લાસ્ટ નામનાં કારખાના માં ગતમોડી રાતે આગ લાગી હતી.આગ એટલી ભીષણ હતી કે કિંમતી મશીનરી ઉપરાંત કાચો તથા તૈયાર માલ બળીને ખાખ થઇ ગયો હતો.

હડમતાળા જીઆઈડીસી માં આઠ વર્ષ થી હાર્દિકભાઈ મનસુખભાઈ ડોબરીયા એચડી પોલી પ્લાસ્ટ નામે મંડપ સર્વિસ ની નેટ તથા બાથરૂૂમ નાં પ્લાસ્ટીક નાં પાટલા બનાવવાનું કારખાનું ચલાવેછે. ગતરાતે સાડાબાર કલાકે કારખાના માં અચાનક આગ ભભુકી ઉઠી હતી.અને પલવાર માં મશીનરી તથા કાચા પાકા માલ ને જપેટ માં લેતા તે બળીને ખાખ થઇ ગઇ હતી.

આગ અંગે હાર્દિકભાઈ ને જાણ કરાતાં તેમણે ફાયર બ્રિગેડ ને જાણ કરતા રાજકોટ, ગોંડલ, શાપર થી ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી જઇ દશ થી બાર કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગ માં કરોડો રુપીયા નું નુકસાન થયા ની આશંકા સેવાઇ રહીછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *