સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર દારૂૂના વેપાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને ડામવા જિલ્લાપોલીસ દ્વારા સતત અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જુનાગઢ રેન્જના ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રોહિબિશનના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ જ અભિયાનના ભાગરૂૂપે પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ અને એચ.એલ. જેબલિયાની રાહબરી હેઠળ એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ જાની, પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ બારડ, સંદીપસિંહ ઝણકાટ તેમજ એસ.ઓ.જી. સ્ટાફે સંયુક્ત બાતમીના આધારે ગીરગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉંદરી ગામે તળાવના કાંઠે ફુલકા રોડ પર મોબાઇલ ટાવર પાસે આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવતા પોલીસે સ્થળ પરથી ભાનુબેન ધીરુભાઈ ભીખાભાઈ ચૌહાણ (ઉંમર 45), રહે. ઉંદરી વાળા પાસે થી ઈંગ્લીશ દારૂૂનો જથ્થો 272 બોટલો બીયર ટીન 19 અને દેશી દારૂૂ કોથળી 70 સહિત કુલ કિંમત 35852 નો મુદ્દામાલ મળી આવતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
