ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે, જાનહાનીના અહેવાલ નથી
મોરબીના ચાચાપર ગામે આજે સવારના સમયે એક પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી છે. મળતી માહિતી પ્રમાણે ચાચાપર ખાતે આવેલા ઉન્નતિ પ્લાસ્ટો નામના કારખાનામાં આગ લાગી હતી. આગની જાણ થતાં મોરબી ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રેયાસ હાથ ધર્યો હતી પરંતુ આગ વિકરાળ હોય રાજકોટથી ફાયર ફાઈટરની ટીમ મંગાવવામાં આવી છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ત્યારે આ બનાવ માં મોરબી 101 ફાયર કંટ્રોલ રૂૂમમાં વહેલી સવારે 06:15 વાગ્યે જાણ થતાં જ મળેલ ખાનપર રોડ પર પાસા પર ઉન્નતિ પ્લાસ્ટોમાં કોઈ કારણો આગ લાગતા ફાયર ટીમને જાણ કરવામાં આવેલ જાણ થતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ને કાબુ માં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ આગ વધારે હોવાથી 01વોટર બાઉઝર 01 મિનિ ફાયર અને 01 રાજકોટથી ટિમ બોલાવવામાં આવેલ છે.
