વ્યાજખોર બેફામ : વંથલીના ગાંઠીલાના શખ્સનો શિક્ષક દંપતી પર પાઈપ વડે હુમલો

વંથલીના ગાંઠીલા ગામે વ્યાજખોર શખ્સે શિક્ષક દંપતી પાઇપ પર હુમલો કરી જાનથી મારી નાખવાની અને એટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પતિ,…

વંથલીના ગાંઠીલા ગામે વ્યાજખોર શખ્સે શિક્ષક દંપતી પાઇપ પર હુમલો કરી જાનથી મારી નાખવાની અને એટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પતિ, પત્નીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ગોલ્ડન સીટી શેરી નંબર 2 બ્લોક નંબર સી 207માં રહેતા 40 વર્ષીય વિજયેતાબેન તથા તેના પતિ પિયુષભાઈ મનહરભાઈ પબાણી વંથલી તાલુકાના ગાઠીલા ગામે પ્રાથમિક શિક્ષકની નોકરી કરે છે. વિજયતાબેનની ફરિયાદ અનુસાર તેના પતિ પિયુષભાઈએ અંદાજે ચારેક વર્ષ પહેલા ગાંઠીલા ગામના પ્રવીણ રામજીભાઈ ચૌહાણ પાસેથી 18 ટકા વ્યાજે રૂૂપિયા 1 લાખ લીધા હતા. વ્યાજ સહિતની રકમ કટકે કટકે ચૂકવી દીધી હતી. છતાં, પ્રવીણ અવારનવાર વધુ પૈસાની માંગણી કરતો હતો. ગુરુવારે સવારે 8 વાગ્યાના અરસામાં જ્યારે દંપતી તેમની જીજે 11 બીઆર 2856 નંબરની કારમાં શાળાએથી નીકળી વંથલી બીએલઓની કામગીરી સબબ વંથલી તરફ જોવા નીકળ્યા હતા.

ત્યારે ગાઠીલામાં ઉમાધામ મંદિર પાસે પહોંચતા વિજયેતાબેનને ઉલ્ટી જેવું થતા કાર રોકી તેના પતિ ચોકલેટ લેવા ગયા હતા તે વખતે ટુ વ્હીલર પર આવી શખ્સે પિયુષભાઈ પર પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી પતિને બચાવવા જતા મહિલાને પણ પાઇપ વડે આડેધડ માર મારી પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. તેમજ શખ્સે ગાળો આપી જાનથી મારી નાખવાની તેમજ ખોટા એટ્રોસિટી કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.આ બનાવને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ ત દંપતીને વધુ સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ઘટના અંગે વંથલી પોલીસે મહિલાની ફરિયાદ આધારે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી મહિલા પીએસઆઇ ડી. સી. માઢકે તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *