ત્રણ દરવાજા નજીક પીપર -બિસ્કિટના ગોડાઉનમાં ભીષણ આગ

જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરી વાળી ગલીમાં આવેલા પીપર બિસ્કીટ ના હોલસેલ ના વેપારીના ગોદામમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ સહિતના…


જામનગરમાં ત્રણ દરવાજા નજીક પોટરી વાળી ગલીમાં આવેલા પીપર બિસ્કીટ ના હોલસેલ ના વેપારીના ગોદામમાં મંગળવારે બપોરે ભીષણ આગ લાગી હતી, અને પીપર બિસ્કીટ સહિતના હોલસેલના જથ્થા ને લાખો રૂૂપિયાનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઈ ત્રણ ફાયર ફાઈટરની મદદથી આગ બુજાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. ગોડાઉન ચો તરફથી પેક હોવાના કારણે અંદર ધુમાડો એકત્ર થઈ જતાં ફાયર શાખાની ટુકડીએ સ્પેશિયલ કીટ પહેરીને ગોડાઉનમાં ઉતારવાનો વારો આવ્યો હતો. જામનગર ના ત્રણ દરવાજા નજીક પોટરી વાળી ગલીમાં આવેલા હોલસેલ ના વેપારી ના ગોડાઉનમાં મંગળવારે દોઢ વાગ્યાના અરસામાં આગ લાગી હતી. ગોડાઉન ચારેય તરફથી પેક હોવાથી અંદર રહેલો પુઠ્ઠા પ્લાસ્ટિકનો જથ્થો સળગવા લાગ્યો હતો.

ત્યારબાદ ધુમાડા ના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના વિસ્તારના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખા ની ટિમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. બપોરના સમયે ગોડાઉન બંધ હોવાથી તેનું શટર ઊંચકાવીને આગ બુઝાવવાનો વારો આવ્યો હતો. પરંતુ ગોડાઉન ની અંદર ધુમાડો બહાર નીકળવાની કોઈ જગ્યા ન હોવાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમાડો જમા થયો હતો, જેથી ફાયર શાખાની ટુકડીને સ્પેશિયલ ઓક્સિજન માસ્ક અને બોટલ સાથેની કીટ પહેરીને અંદર ઉતારવાનો વારો આવ્યો હતો, અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.


ગોદામની અંદર પૂઠા- પ્લાસ્ટિક વગેરે હોવાથી ગોડાઉન ની અંદર આગની મોટી જ્વાળાઓ જોવા મળી હતી, અને અંદર રાખેલો પીપર-બિસ્કીટ સહિતના પેકિંગ નો મોટો જથ્થો સળગી ઉઠ્યો હોવાના કારણે વેપારીને મોટું નુકસાન થયું છે.


આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે. કે. બીશ્નોઈ, ઉપરાંત અનવર ગજજણ, ઉમેદ ગામેતી, ધમભા જાડેજા સહિતની ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, અને અંદાજે પંદરેક જેટલા ફાયરના જવાનોએ ભારે જહેમત લઈને આગને કાબુમાં લીધી હતી.


આ આગની ઘટના સમયે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો એકત્ર થઈ ગયા હતા. પરંતુ સમયસર આગને કાબુમાં લઈ લીધી હોવાથી આસપાસના વિસ્તારમાં આગ પ્રસરતિ અટકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *