જેતપુર નજીક હોટેલમાં ભીષણ આગ, આખું સ્ટ્રકચર ખાખ

લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટતાં તણખાને કારણે આગ લાગી હોવાની શંકા   જેતપુરના જેતલસર ગામે આવેલ વ્રજ વાટીકા હોટલમાં આજે એક લગ્ન પ્રસંગના વરઘોડા…

લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટતાં તણખાને કારણે આગ લાગી હોવાની શંકા

 

જેતપુરના જેતલસર ગામે આવેલ વ્રજ વાટીકા હોટલમાં આજે એક લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન ફટાકડા ફૂટતા અથવા શોટ સર્કિટને કારણે હોટલમાં આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આખી હોટલ ભડભડ સળગવા લાગી હતી. નગરપાલિકાના ત્રણ જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગ પર પાણીનો માટે ચલાવી આગ પર કાબુ મેળવ્યો ત્યાં સુધીમાં આખી હોયલ ભસ્મીભૂત થઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

જેતપુરના જેતલસર ગામે જૂનાગઢ રોડ પર આવેલ વ્રજ વાટિકા હોટલમાં આજે બે શુભ પ્રસંગો જેમાં ચોકી ગામના જેન્તીભાઈ કોટડીયાની દીકરીના લગ્ન તેમજ જેતપુરના અશ્વિનભાઈ ભુવાની દીકરીના કંકુ પગલાંનો જમણવાર હતો. જેમાં લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડા નીકળ્યો હતો જેમાં ફટાકડા ફૂટતા અને ફટાકડો ઉડીને હોટલમાં પડ્યો અથવા તો હોટલમાં શોટ સર્કિટને કારણે આગ લાગી તે તપાસનો વિષય છે પણ હોટલ વાસ ( બાંબુ)નું બનેલ હોવાથી આગ તરત જ ફેલાવવા લાગી. અને થોડીવારમાં આખી ભડભડ સળગવા લાગી હતી. જૂનાગઢ નેશનલ હાઇવે પર હોટલ હોવાથી રોડ પર નીકળતા વાહન ચાલકો રોડ પર વાહનો થોભાવી આગ જોવા ઉભા રહી જતા રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.

આગની જાણ જેતપુર ફાયર ફાઇટરને અને પોલીસને થતા બંને વિભાગ તરત જ સ્થળ પર પહોંચી ગયા હતાં જેમાં પોલીસ દ્વારા પ્રથમ રોડ પરથી ટ્રાફિકજામ દૂર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અને ફાયર ફાઇટર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો પરંતુ આગ ખૂબ વિકરાળ હોય જેતપુરથી બીજા બે ફાયર ફાઇટર તેમજ એક જૂનાગઢથી ફાયર ફાઇટર બોલાવી આગ પર ફોમવાળા પાણીનો સતત મારો ચલાવતા ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. હોટલમાં વિકરાળ આગ અને બબ્બે પ્રસંગ હોવા છતાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *