આમ આદમી પાર્ટીની વધુ એક વિકેટ પડી ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું

  આમ આદમી પાર્ટી ગુજરાતને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે સવારે પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ…

 

આમ આદમી પાર્ટી ગુજરાતને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે સવારે પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ અંગે મળતી જાણકારી પ્રમાણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપના પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ રાજીનામાની જાહેરાત કીર છે. તેમણે જણાવ્યું હતું કે, હું આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહિં પુરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા, જવાબદારીથી પોતાને મુકત કરું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ કદડા કાંડ બાદ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર અને જેલવાસ ભોગવનાર રાજુ કરપડા રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન હતું. તેના એક દિવસ પહેલા પરેશ ગૌસ્વામીએ પણ રાજીનામું ધરી દીધું હતું અને હવે સાગર રબારીએ મત ગણતરીના એક દિવસ પહેલા રાજીનામું ધરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *